ઉર્ફી જાવેદનો ખુલાસો, યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા બાદ ધનશ્રી વર્મા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી
ધનશ્રી વર્માના ચર્ચામાં છે. તેના ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા થયા છે. સોશિયલ મીડિયા પર મોટાભાગના લોકો ધનશ્રી વર્માને દોષ આપી રહ્યા છે. આ વચ્ચે ઉર્ફી જાવેદે તેનો સપોર્ટ કર્યો હતો. ત્યારબાદ તેનો આભાર માન્યો હતો.

ઈન્ડિયન ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના ફ્રેબ્રુઆરી 2025માં છુટાછેડા થયા હતા. બંન્નેના ડિસેમ્બર 2020ના રોજ ગુરુગ્રામમાં લગ્ન થયા હતા. ધનશ્રી વર્મા યુટ્યુબર અને ડાન્સર છે. છૂટાછેડા બાદ મુશ્કિલ સમયમાંથી પસાર થઈ રહી છે. અને આનો ખુલાસો ઉર્ફી જાવેદે કર્યો છે.

ઉર્ફી જાવેદે કહ્યું કે, તેમણે ધનશ્રી વર્માનો સપોર્ટ કર્યો હતો. આના માટે ધનશ્રીએ તેનો આભાર પણ માન્યો હતો.

ઉર્ફી જાવેદે જણાવ્યું કે ધનશ્રી વર્માએ તાજેતરમાં જ તેમનો સંપર્ક કર્યો હતો. પતિ યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડાની કાર્યવાહી પહેલા અને પછી ધનશ્રીને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવામાં આવી હતી.

આ દરમિયાન ઉર્ફીએ તેને સપોર્ટ કર્યો. આ માટે તેણે ઉર્ફીનો આભાર માન્યો, જે 'બિગ બોસ'ની સ્પર્ધક રહી ચૂકી છે. ઉર્ફીએ એ પણ જણાવ્યું કે ધનશ્રી તેના જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે.

ઉર્ફીએ કહ્યું, 'મેં તેના સમર્થનમાં એક સ્ટોરી પોસ્ટ કરી કારણ કે મને લાગ્યું કે તેની સાથે ખૂબ જ ખોટું વર્તન કરવામાં આવી રહ્યું છે. તેણે મારો સંપર્ક કર્યો અને સપોર્ટ માટે આભાર માન્યો. તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા હંમેશા ચર્ચામાં રહે છે. બંન્નેના છુટાછેડા થયાની પણ ચર્ચા છે. ધનશ્રી વર્માના પરિવાર વિશે વધુ માહિતી મેળવવા અહી ક્લિક કરો






































































