Kheda : ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, શિક્ષણ પ્રધાને આપ્યા તપાસના આદેશ, જુઓ Video
Kheda : બોર્ડની ધોરણ 10ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓ દ્વારા ચોરી કરતી હોવાનો એક CCTV વીડિયો વાયરલ થયો છે, જેનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. આ વીડિયો ડાકોરની ભવન્સ સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં વિદ્યાર્થિનીઓ કાપલીની આપ-લે કરતી નજરે પડે છે.
Kheda : બોર્ડની ધોરણ 10ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીઓ દ્વારા ચોરી કરતી હોવાનો એક CCTV વીડિયો વાયરલ થયો છે, જેનાથી શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. આ વીડિયો ડાકોરની ભવન્સ સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે, જ્યાં વિદ્યાર્થિનીઓ કાપલીની આપ-લે કરતી નજરે પડે છે.
1 માર્ચે લેવામાં આવેલી પરીક્ષાના CCTV ફૂટેજમાં વિદ્યાર્થિનીઓ એકબીજાને કાપલી આપતી-લેતી હોવાનું સ્પષ્ટ થયું છે. આ મામલે ખેડા જિલ્લાના શિક્ષણાધિકારીએ તાત્કાલિક તપાસના આદેશ આપી, ભવન્સ સ્કૂલના સંચાલકને પણ સંપૂર્ણ વિગતો સાથે ફરિયાદ નોંધાવા સૂચના આપી છે.
CCTV ફૂટેજ લીક થતાં ઉઠ્યા સવાલો
આ ઘટના બાદ CCTV ફૂટેજ કેવી રીતે વાયરલ થયા તે અંગે પણ અનેક સવાલો ઉઠ્યા છે. ફરિયાદ વિદ્યાર્થિનીઓ સામે થશે કે CCTV લીક કરનારા સામે? એ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. સુરક્ષા અને ગોપનીયતા સાથે જોડાયેલા પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે.
રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ આપ્યા તપાસના આદેશ
આ મામલે રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફૂલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે જે વીડિયો સામે આવ્યો છે, તેની યોગ્ય તપાસ કરવામાં આવશે. તપાસ બાદ તમામ જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવશે. બોર્ડની પરીક્ષાઓમાં 14 લાખ વિદ્યાર્થીઓ સામેલ છે, અને તમામ વર્ગખંડમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ આ બાબતનું વિશેષ ધ્યાન રાખશે કે કોઈપણ નિર્દોષ વિદ્યાર્થી સાથે અન્યાય ન થાય. હાલ તપાસ શરૂ કરવામાં આવી છે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શિક્ષણ વિભાગ સાવચેતી ભરશે.

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ

ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
