Photos : અમદાવાદમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન
અમદાવાદના નિકોલ અને રાજસ્થાનની પથમેડા ગૌશાળામાં શ્રી ભક્તમાલ કથાનું ભવ્ય આયોજન થયું. બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે કથાનો લાભ આપ્યો.


અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં આવેલા વિરાંજલી મેદાનમાં ગૌસેવા મહાઅભિયાન હેઠળ ‘શ્રી ભક્તમાલ કથા’ નું દિવ્ય આયોજન.

રાજસ્થાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી પથમેડા ગૌશાળા દ્વારા ‘શ્રી ભક્તમાલ કથા’નું કરાયું છે આયોજન. જેમાં 6થી 10 માર્ચ સુધી રાત્રે 8થી 11 વાગ્યા દરમિયાન મળશે કથાનો લાભ.

કથાના વક્તા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી ભાવિકોને આપ્યો કથાનો લાભ.

કથાના સ્થળે ગૌપૂજન, ગૌમાતાની આરતી અને વિશેષ ડોક્યુમેન્ટરી શૉ બન્યા વિશેષ આકર્ષણ.

સનાતન ધર્મપ્રેમી ગૌભકતો પથમેડા ગૌધામથી લવાયેલા દિવ્ય ગૌમાતાનું પૂજન સવારથી સાંજ સુધી કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૌસેવા મહાઅભિયાનમાં પ્રસિદ્ધ ગાયિકાએ કિંજલ દવે પણ જોડાઇ. કિંજલ દવેએ ‘શ્રી ભક્તમાલ કથા’માં શ્રી કૃષ્ણ સંકિર્તન કોન્સર્ટમાં ભક્તોને પોતાના સૂર પર ડોલાવ્યા.

ગૌઋષિ સ્વામી શ્રીદત્તશરણાનંદજી મહારાજ દ્વારા આઠ ગાયોની સેવા સાથે પ્રારંભ થયેલ આ ગૌસેવા મહાભિયાન દ્વારા હાલમાં દોઢલાખથી વધુ અધિક બીમાર, અશક્ત અને ઇજાગ્રસ્ત ગૌવંશની થઇ રહી છે સેવા.
ભક્તિ એટલે ઇશ્વર સાથે એકતા સાધવી. ઇશ્વરને યાદ કરતાં જ ઇશ્વર તરત જ ભક્ત સાથે વાતોમાં જોડાય એનો અર્થજ એ કે આપણી ભક્તિ સમજપૂર્વકની છે. ભક્તિના દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..






































































