તુલસીના છોડ પાસે સાવરણી રાખશો તો શું થાશે?

12 માર્ચ, 2025

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. સાથે જ સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે તુલસી પાસે સાવરણી રાખવી શુભ માનવામાં આવે છે કે અશુભ.

તુલસીના છોડને દેવી માનવામાં આવે છે અને ઝાડુને ગંદકી સાફ કરવાનું સાધન માનવામાં આવે છે. તેથી, તુલસી પાસે સાવરણી રાખવાથી તુલસીની પવિત્રતાનો ભંગ થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી પાસે સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં અશાંતિનું વાતાવરણ બની શકે છે. નકારાત્મક ઉર્જા વધે છે

સાવરણી ધનની દેવી લક્ષ્મી સાથે જોડાયેલી છે, પરંતુ તેને તુલસીની પાસે રાખવાથી લક્ષ્મીનો આશીર્વાદ ઓછો થઈ શકે છે અને આર્થિક મુશ્કેલીઓ થઈ શકે છે.

નકારાત્મક ઉર્જા ના કારણે ઘર માં કૌટુંબિક કલેશ અને ઝઘડા વધી શકે છે. જેના કારણે સંબંધોમાં તણાવ અને અંતર આવી શકે છે.

સાવરણીને સફાઈનું સાધન માનવામાં આવે છે અને શનિ સાથે જોડાયેલું છે. તુલસી પાસે રાખવાથી નકારાત્મક ઉર્જા આવી શકે છે.

તુલસી ઘરમાં સકારાત્મક ઉર્જા અને શુદ્ધ વાતાવરણ જાળવવામાં મદદરૂપ છે, પરંતુ તેની પાસે સાવરણી રાખવાથી આ સકારાત્મક ઉર્જા નબળી પડી શકે છે.