Panchmahal : એકલી રહેતી મહિલાના ઘરમાં ઘૂસ્યા લૂંટારુ, છરો બતાવી 7 તોલા સોનું, 2 કિલો ચાંદી લૂંટી, જુઓ Video
ગુજરાતમાં કેટલીક વાર લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પંચમહાલના ચલાલી ગામના ડીપી ફળિયામાં લૂંટની ઘટના બની હતી. એકલી રહેતી મહિલાને છરો બતાવી લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી.7 તોલા સોનું, 2 કિલો ચાંદી તેમજ રોકડ રકમની લૂંટને અંજામ આપ્યો હતો.
ગુજરાતમાં કેટલીક વાર લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે પંચમહાલના ચલાલી ગામના ડીપી ફળિયામાં લૂંટની ઘટના બની હતી. એકલી રહેતી મહિલાને છરો બતાવી લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી.7 તોલા સોનું, 2 કિલો ચાંદી તેમજ રોકડ રકમની લૂંટને અંજામ આપ્યો હતો. પાંચથી વધુ લૂંટારુઓમાં મહિલાઓ પણ સામેલ હોવાની માહિતી સામે આવી છે. રાતે મહિલા સૂતી હતી તે દરમિયાન ઘરમાં લૂંટારુઓ ઘુસ્યા હતા. મહિલાએ દરવાજો ખોલતા મારી નાખવાની ધમકી આપીને લૂંટ કરી હતી.
લૂંટારુઓની ગેંગમાં મહિલાઓ હતી સામેલ
ઉલ્લેખનીય છે કે મહિલા ઘરે એકલી હતી. તે સમયે આ ઘટના બની હતી. મહિલાએ દરવાજો ખોલતાની સાથે જ લૂંટારુઓએ મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી. મળતી માહિતી અનુસાર લૂંટારુઓની ગેંગમાં મહિલાઓ પણ સામેલ હતી. એકલી રહેતી મહિલાને છરી બતાવી મહિલાના ઘરમાં રહેલું 7 તોલા સોનું અને 2 કિલો ચાંદી તેમજ રોકડ લઈને ફરાર થઈ ગયા હતો. જો કે આ ઘટના બનતા જ મહિલાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આી છે. જેથી પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ખેડામાં 1.29 લાખની થઈ હતી ચોરી
બીજી તરફ આ અગાઉ ખેડામાં બેન્કમાં રૂપિયા જમા કરાવતા ગ્રાહકની બેગની ઉઠાંતરી થઈ હોવાની ઘટના બની હતી. જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની કપડવંજ શાખામાં ચોરી થઈ હતી. 1.29 લાખ રુપિયા ભરેલી બેગ લઈ ચોર ફરાર થયો હતો. પંચાયતના લેટર પેડ સહિત જરૂરી દસ્તાવેજો ભરેલી બેગની પણ ચોરી કરી હતી. જો કે પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
