Motichur Ladoo Recipe : હોળી પર બનાવો મોતીચુરના લાડુ, આ રહી સરળ ટીપ્સ
હોળીના તહેવાર પર વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં હોળી પર ઘુઘરા, બાલુશાહી બનાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે હોળી પર સ્વાદિષ્ટ મોતીચુરના લાડુ બનાવવાની રેસીપી જાણો.

દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે તમે અલગ અલગ મીઠાઈ બનાવી શકો છો. તમે હોળી પર મોતીચુરના લાડુ બનાવી શકો છો. જે નાનાથી લઈ મોટા તમામ લોકોને ખૂબ પસંદ આવશે.

મોતીચુરના લાડુ બનાવવા માટે ચણાનો લોટ,ઘી અથવા તેલ, ખાવાના સોડા, લીલી એલચી, ફૂડ કલર, ખાંડ, પાણી સહિતની સામગ્રીની જરુર પડશે.

મોતીચુરના લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં ચણાનો લોટ લો. તેમાં ફૂડ કલર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરી બેટર બનાવી લો. ત્યારબાદ તેમાં મિશ્રણમાં ખાવાના સોડા ઉમેરો. ધ્યાન રાખો કે બેટરમાં ગાંઠ ન રહી જાય.

હવે એક પેનમાં ઘી અથવા તેલ ગરમ કરવા મુકો. તેમાં બેટરથી બુંદી પાડીને બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. ત્યારબાદ તેને ઠંડા થવા દો.

હવે એક પેનમાં 3 કપ ખાંડ અને 2 કપ પાણી ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને ઉકળવા દો. જ્યાર સુધી 2 તારની ચાસણી બનીને તૈયાર ન થાય. હવે તૈયાર કરેલી બુંદીને આ ચાસણીમાં ઉમેરી બરાબર મિક્સ કરો. આ સાથે જ તેમાં એલચી પાઉડર અને ડ્રાયફ્રુટ ઉમેરી તેના લાડુ બનાવી તૈયાર કરી લો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































