Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : પાલનપુરમાં નાયબ કલેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, બેંક લોકરમાંથી 74 લાખનું સોનું-ચાંદી જપ્ત કર્યું, જુઓ Video

Banaskantha : પાલનપુરમાં નાયબ કલેકટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, બેંક લોકરમાંથી 74 લાખનું સોનું-ચાંદી જપ્ત કર્યું, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2025 | 1:48 PM

રાજ્યમાં અવારનવાર લાંચીયા અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં નાયબ કલેકટર દ્વારા લાંચ લેતા ઝડપાયા હતા. ACBએ અંકિતા ઓઝાના બેંક ખાતામાં તપાસ હાથ ધરી હતી.

રાજ્યમાં અવારનવાર લાંચીયા અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં નાયબ કલેકટર દ્વારા લાંચ લેતા ઝડપાયા હતા. ACBએ અંકિતા ઓઝાના બેંક ખાતામાં તપાસ હાથ ધરી હતી. બેંકના લોકરમાંથી રુપિયા 56 લાખથી વધુની કિંમતના 10 સોનાના બિસ્કિટ મળ્યા હતા. તેમજ સાત સોનાની લગડી તેમજ સોના- ચાંદીના દાગીના કબજે કરાયા છે.

બેંક લોકરમાંથી કુલ 74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે. ACBએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાયબ કલેકટર અંકિતા ઓઝાને 3 લાખની લાંચ લેતા ACBએ ઝડપી હતી.

રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો

બીજી તરફ આ અગાઉ સાબરકાંઠામાંથી પણ લાંચિયો અધિકારી ઝડપાયો હતો. રેવન્યુ તલાટી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. 1500 રુપિયાની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રેવન્યુ તલાટીની સાથે ઓપરેટરને પણ ACBએ ઝડપ્યો હતો. વિજયનગર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતુ. ઈ-સ્ટેમ્પિંગની કામગીરી કરી આપવા માટે લાંચ માગી હતી. હિંમતનગર ACBએ છટકું ગોઠવી બંન્ને આરોપીને ઝડપયા હતા.

g clip-path="url(#clip0_868_265)">