BSNLના આ પ્લાને મચાવી ખલબલી ! 3 રુપિયાના ખર્ચમાં મળી રહ્યો 150 દિવસનો પ્લાન
ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે પણ 150 દિવસનો આવો જ સસ્તો રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ પણ આપવામાં આવે છે.

BSNL એ ખાનગી ટેલિકોમ કંપનીઓ Airtel, Jio, Vodafone Idea ને તેના સસ્તા અને લાંબી માન્યતા ધરાવતા રિચાર્જ પ્લાનથી ચોંકાવી દીધા છે. સરકારી ટેલિકોમ કંપનીઓના સસ્તા પ્લાનમાં યુઝર્સને માત્ર અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ જ નથી મળતો, પરંતુ યુઝરનો નંબર પણ લાંબા સમય સુધી એક્ટિવ રહે છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે પણ 150 દિવસનો આવો જ સસ્તો રિચાર્જ પ્લાન છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ પણ આપવામાં આવે છે. આ સિવાય સરકારી ટેલિકોમ કંપનીએ હોળી ધમાકા ઓફર પણ રજૂ કરી છે, જેમાં કેટલાક રિચાર્જ પ્લાનમાં યુઝર્સને પહેલા કરતા વધુ દિવસોની વેલિડિટી મળે છે.

150 દિવસની વેલિડિટીવાળા BSNLના રિચાર્જ પ્લાન માટે યૂઝર્સને 397 રૂપિયા ખર્ચવા પડશે, એટલે કે આ પ્લાન માટે યુઝર્સને દરરોજ 3 રૂપિયાથી ઓછો ખર્ચ કરવો પડશે.

આ પ્લાનમાં ઉપલબ્ધ ફાયદાઓ વિશે વાત કરીએ તો, યુઝર્સને પહેલા 30 દિવસ માટે આખા ભારતમાં અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે.

આ ઉપરાંત યુઝર્સને ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ મળે છે. એટલું જ નહીં, આ પ્લાનમાં યુઝર્સને પહેલા 30 દિવસ માટે દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરવામાં આવે છે.

આ રીતે યુઝર્સને કુલ 60GB ડેટાનો લાભ મળશે. ભારત સંચાર નિગમ લિમિટેડના આ સસ્તા રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ પણ મળશે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો






































































