Jio યુઝર્સની મોજ ! રુ 200થી પણ ઓછી કિંમતના પ્લાનમાં મોબાઇલ અને ટીવી પર IPL જોઈ શકશો ફ્રી
JioHotstar સબ્સ્ક્રિપ્શન કેટલાક રિચાર્જ પ્લાન સાથે મફતમાં ઉપલબ્ધ છે. આની મદદથી યુઝર્સ 200 રૂપિયાથી ઓછી કિંમતમાં IPL મેચનો આનંદ માણી શકશે.

JioCinema અને Disney Plus Hotstar ને મર્જ કરીને, એક નવું પ્લેટફોર્મ JioHotstar લોન્ચ કરવામાં આવ્યું છે, જેના સ્પોર્ટ્સ, મૂવીઝ, વેબ સિરીઝ અને ટીવી શો સહિત ઘણું બધુ જોઈ શકો છો. આ વર્ષે, IPL સ્ટ્રીમિંગ પણ આ પ્લેટફોર્મ પર હશે, જેના માટે યુઝર્સે JioHotstarનું સબ્સ્ક્રિપ્શન લેવું પડશે.

JioHotstar સબ્સ્ક્રિપ્શન કેટલાક રિચાર્જ પ્લાન સાથે મફતમાં ઉપલબ્ધ છે. આની મદદથી યુઝર્સ 200 રૂપિયાથી ઓછી કિંમતમાં IPL મેચનો આનંદ માણી શકશે. Jio અને Vodafone Idea જેવા ઘણા ટેલિકોમ ઓપરેટર્સ આ ઓફર હેઠળ વિશેષ પ્લાન ઓફર કરી રહ્યા છે, જે તમને ફ્રી સબસ્ક્રિપ્શન સાથે વધારાના ડેટા અને કૉલિંગ લાભો પ્રદાન કરે છે.

Jio 195 રૂપિયાનો ડેટા પેક ઓફર કરી રહ્યું છે, જેમાં 90 દિવસની વેલિડિટી અને 15GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન સાથે યુઝર્સને 90 દિવસ માટે JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

જો કે, આ પ્લાન માત્ર મોબાઈલ ઉપકરણો માટે છે અને તેને સ્માર્ટ ટીવી પર સ્ટ્રીમ કરી શકાતો નથી. વધુમાં, કૉલિંગ અને SMS જેવા લાભો આ પ્લાનમાં સામેલ નથી.

Vodafone Idea તેના રૂ. 469ના રિચાર્જ પ્લાનમાં JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઓફર કરી રહી છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત કૉલિંગ, દરરોજ 2.5GB ડેટા, 100 SMS અને રાતના 12 વાગ્યાથી સવારના 12 સુધી અનલિમિટેડ ડેટા મળશે.

આ સાથે જ યુઝર્સને 3 મહિના માટે JioHotstarનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે, જ્યારે પ્લાનની વેલિડિટી માત્ર 28 દિવસની હશે. IPL મેચોનો સંપૂર્ણ આનંદ માણવા માટે આ ઑફર ઉત્તમ છે.
દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

































































