IIFA Awards 2025 : જાનકી બોડીવાલાએ એવોર્ડ જીતી કહ્યું IIFA તમારો ખુબ ખુબ આભાર, જુઓ વીડિયો
ભારતીય ફિલ્મોનો સૌથી લોકપ્રિય અને પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ, IIFA એવોર્ડ્સ 2025 જયપુરમાં યોજાયો હતો. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને કિંગ ખાનના હાથે ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો IIFA એવોર્ડ મળ્યો છે.અભિનેત્રીની ગુજરાતી અને બોલિવુડની ડેબ્યુ ફિલ્મ ખુબ જ હિટ રહી છે.

રવિવારે 9 માર્ચના રોજ આઈફા એવોર્ડના વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મોને એવોર્ડ મળ્યા છે. ભુલ ભુલૈયા 3 માટે કાર્તિક આર્યનને બેસ્ટ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. તેમજ કિરણ રાવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લાપતા લેડીઝના ખાતામાં બેસ્ટ ફિલ્મની સાથે 9 એવોર્ડ જીત્યા છે.ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા અજય દેવગનની ફિલ્મ શૈતાનમાં જોવા મળી હતી. આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવી હતી.આ ફિલ્મ માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. આ વીડિયો જાનકી બોડીવાલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.IIFA એવોર્ડ મળતા જાનકીના ચાહકો તેને શુભકામના પાઠવી રહ્યા છે.
વશ ગુજરાતી હોરર થ્રિલર ફિલ્મ
વશ એ 2023ની ગુજરાતી હોરર થ્રિલર ફિલ્મ છે જેનું દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જાનકી બોડીવાળા,નીલમ પંચાલ,હિતુ કનોડિયા,હિતેન કુમાર ,આર્યબ સંઘવી છે.આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023નાં રોજ ગુજરાતમાં રિલીઝ થઈ હતી.ગુજરાતી ફિલ્મ વશની હિન્દીમાં રિમેક શૈતાન બની હતી.જેમાં મુખ્ય કલાકારો જાનકી બોડીવાળા , અજય દેવગણ , જ્યોતિકા અને આર.માધવન હતા.
આ એવોર્ડ નાઈટમાં શાહરુખ ખાન, માધુરી દિક્ષીત, કરીના કપૂર, શાહિદ કપૂર અને કાર્તિક આર્યન સહિત સ્ટારે પરફોર્મન્સ કર્યું હતુ. કાર્તિકે કરણ જૌહરની સાથે મળી આ ઈવેન્ટને હોસ્ટ કરી હતી. 25મો ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડ્સ, જેને IIFA તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 8 અને 9 માર્ચ 2025ના રોજ ભારતના જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. ‘લાપતા લેડીઝ’ એ IIFA એવોર્ડ્સમાં 10 થી વધુ એવોર્ડ જીત્યા, જ્યારે ફિલ્મ ‘કિલ’ એ 4 એવોર્ડ જીત્યા. આ સાથે, કાર્તિક આર્યનને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો છે.
Instagram પર આ પોસ્ટ જુઓ
કોણ છે જાનકી બોડીવાલા
જાનકી બોડીવાલાનો જન્મ 30 ઓક્ટોબર 1995 રોજ અમદાવાદમાં થયો છે. તે એક ગુજરાતી અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મોમાં કામ કરે છે. તે છેલ્લો દિવસ (2015), છૂટી જશે છક્કા (2018), નાડી દોષ (2022) અને વશ (2023) ફિલ્મો માટે જાણીતી છે. તેમણે 2024માં શૈતાન સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.બોલિવુડમાં એન્ટ્રી સાથે ફિલ્મ શૈતાનમાં બેસ્ટ સપોર્ટિંગ માટે IIFA એવોર્ડ જીત્યો છે.
ડેબ્યુ ફિલ્મ રહી હિટ
બોડીવાલાએ કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ, છેલ્લો દિવસથી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 20 નવેમ્બર 2015ના રોજ વિશ્વભરમાં 231 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી, ગુજરાતી ફિલ્મ છેલ્લો દિવસ ચાહકોને ખુબ પસંદ આવી હતી, તેમજ બોલિવુડ ફિલ્મ શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે.ટુંકમાં અભિનેત્રીની ગુજરાતી અને બોલિવુડની ડેબ્યુ ફિલ્મ ખુબ જ હિટ રહી છે.