3 એપ્રિલ 2025

રિષભ પંતના સ્પોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ  કરી ખાસ પોસ્ટ

IPL 2025માં રિષભ પંતનું ખરાબ ફોર્મ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ માટે  માથાનો દુઃખાવો બન્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે.  આવી સ્થિતિમાં બેટિંગ અને કેપ્ટનશીપ બંનેમાં નિષ્ફળતાને કારણે તેના પર ભારે દબાણ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિષભ પંત પરના આ દબાણને ઓછું કરવા તેની ગર્લફ્રેન્ડ  ઈશા નેગીએ ઈન્સ્ટા સ્ટોરી પર એક ખાસ પોસ્ટ શેર કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈશા નેગીએ પોસ્ટમાં લખ્યું - 'ભૂતકાળ યાદ કરો અને ભગવાનનો આભાર માનો, ભવિષ્ય તરફ જુઓ અને ભગવાન પર વિશ્વાસ રાખો'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈશાની ઈન્સ્ટા પોસ્ટ પરથી એવું લાગે છે કે તેણે આ પંત માટે લખ્યું છે, જે હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈશા નેગીની જેમ રિષભ પંતની બહેન સાક્ષીએ પણ ઈન્સ્ટા પર પોસ્ટ કરી. સાક્ષીએ લખ્યું- 'ધીરજ જાળવી રાખવી એ સૌથી મુશ્કેલ કસોટી છે.  યોગ્ય સમયની રાહ જુઓ'

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રિષભ પંતની ટીમે  IPL 2025માં અત્યાર સુધી  3 મેચમાંથી ફક્ત 1 જ મેચ જીતી છે, જ્યારે 2 મેચમાં હારનો સમયનો કરવો પડ્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPL 2025માં LSGની પહેલી ત્રણેય મેચમાં કેપ્ટન રિષભ પંત ફ્લોપ રહ્યો હતો અને ત્રણ ઈનિંગમાં 0, 15 અને 2 રન બનાવી આઉટ થયો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM