રાજકોટના હિરાસર એરપોર્ટ નજીક જોવા મળ્યો દીપડો, વન વિભાગે પાંજરા ગોઠવ્યા, જુઓ Video
રાજકોટના હિરાસર એરપોર્ટ નજીક બુધવારે વહેલી સવારે એક દીપડો જોવા મળ્યો હતો. જેનાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, એરપોર્ટની દિવાલ પાસે દીપડો જોવા મળતા સ્થાનિક લોકોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી. જે પછી વન વિભાગે પણ સતર્ક થઇને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.

CCTV અને મોબાઇલ ફૂટેજ
વિદ્યાનગર અને આસપાસના વિસ્તારમાં રહેલા લોકોને દીપડો જોવા મળ્યો હતો અને કેટલાક લોકોએ તેને મોબાઇલ ફોનમાં કેદ પણ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપડો એરપોર્ટની દિવાલ કુદીને વીડી તરફ ચાલ્યો જાય છે.
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
દીપડો જોવા મળ્યો તે બાબતને ધ્યાનમાં રાખીને, વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને દીપડાને પકડવા માટે ખાસ પાંજરા ગોઠવ્યા. તેમજ એરપોર્ટની અંદર અને આસપાસના વિસ્તારમાં પણ ગહન તપાસ હાથ ધરાઈ.
સ્થાનિકોને સતર્ક રહેવા સૂચના
સુરક્ષા દ્રષ્ટિએ વન વિભાગે લોકોને રાત્રિના સમયે અનાવશ્યક બહાર ન નીકળવાની અને દીપડો જોવા મળે તો તરત જાણ કરવા સૂચના આપી છે.

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી

Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત