Ambani surname history : ‘અંબાણી’ સરનેમનો સૌરાષ્ટ્ર સાથે છે ખાસ નાતો, જાણો શુ છે તેનો ઇતિહાસ
કોઈ પણ વ્યક્તિ હોય તેના નામ પાછળ તેની અટક ફરજિયાત લખવામાં આવે છે. આ અટક પરથી વ્યક્તિ ક્યાં પરિવાર કે સમુદાયમાંથી આવે છે તે દર્શાવે છે. પરંતુ મોટાભાગના લોકોને અટકના નામ પાછળનો ઈતિહાસની જાણ હોતી નથી.

અંબાણી અટક ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કોઠી સાથે સંકળાયેલી છે. આ નામ મુખ્યત્વે ભારતીય ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી અને તેમના પરિવારના કારણે પ્રખ્યાત છે.

અંબાણી પરિવાર મોઢ વણિક સમુદાયનો છે. જે પરંપરાગત રીતે વેપાર અને વાણિજ્યક્ષેત્ર સાથે રોકાયેલા છે. ગુજરાતમાં રહેતા એક સમુદાય અંબાણી સરનેમનો ઉપયોગ કરે છે.

અંબાણી સરનેમ મૂળ અંબા શબ્દ પરથી આવ્યુ હોવાનું માનવામાં આવે છે. જે શક્તિ અને સમૃદ્ધિની દેવી જે દુર્ગામાંનું એક સ્વરુપ છે. તેમજ અંબા સાથે સંકળાયેલ વ્યક્તિને અંબા માતાનો ભક્ત હોય છે.

ધીરજલાલ હીરાચંદ અંબાણીએ અંબાણી સરનેમને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેઓ એક સામાન્ય પરિવારના હતા અને તેમણે પોતાના સંઘર્ષ અને વ્યવસાયિક કુશળતા દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી.

1950ના દાયકામાં તેમણે યમનમાં પેટ્રોલ પંપ એટેન્ડન્ટ તરીકે કામ કર્યું. ભારત પાછા ફર્યા પછી તેમણે પોલિએસ્ટર અને પેટ્રોકેમિકલ્સનો વ્યવસાય શરૂ કર્યો છે.

તેમની મહેનત અને દૂરંદેશીને કારણે અંબાણીનું નામ ભારતમાં વ્યવસાય અને ઉદ્યોગનો પર્યાય બન્યું છે.

આજે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે અને અનિલ અંબાણી માટે રિલાયન્સ ગ્રુપ ના કારણે આ નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે એક બ્રાન્ડ બની ગયું છે.

અંબાણી અટક મૂળ ગુજરાતના મોઢ વણિક સમુદાય સાથે સંકળાયેલી છે. જેમનું મૂળ અંબા માતા પરથી હોવાનું માનવામાં આવે છે.

જોકે આ નામની ખરી ઓળખ ધીરુભાઈ અંબાણી દ્વારા આપવામાં આવી હતી, જેમણે તેને વ્યાપાર જગતમાં એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ બનાવ્યું.

અંબાણી સરનેમ ધરાવતા લોકો દેશભરમાં તો વસવાટ કરે છો. પરંતુ સૌથી વધારે અંબાણી સરનેમ ધરાવતા લોકો ગુજરાતના સૌરાષ્ટ્રમાં વસવાટ કરે છે.
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































