Jamnagar : વાયુસેનાનું જેગુઆર ફાઇટર પ્લેન ક્રેશની ઘટનામાં એક પાયલોટનું મોત, ક્રેશનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા,જુઓ Video
જામનગરના સુવરડા વાડી વિસ્તારમાં એક ફાઈટર પ્લેન ક્રેશની ઘટના બની હતી. વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતા તાત્કાલિક ધોરણે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. જેમાં એક પાયલોટનું મોત થયું છે.
જામનગરના સુવરડા વાડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ફાઈટર પ્લેન ક્રેશ થયુ હતુ. વાયુ સેનાનું ફાઈટર પ્લેન ક્રેશ થયા બાદ તેમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક ઘટનામાં એક પાયલટ શહીદ થયો છે. તો અન્ય એક પાયલટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. ક્રેશનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
સુવરડા વાડી વિસ્તારમાં વાયુસેનાના પ્લેન ક્રેશની જાણ થતા તાત્કાલિક ધોરણે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. જિલ્લા કલેકટર, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ તાબડતોડ બનાવ સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઈટર્સે પણ યુદ્ધના ધોરણે બનાવના ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા જહેમત ઉઠાવી હતી. ફાઈટર પ્લેનમાં 2 પાયલોટ સવાર હતા. જેમાંથી એક પાયલોટનું મોત થયું હતુ. જ્યારે અન્ય પાયલોટ ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પાયલટની સતર્કતાથી એરફિલડ અને સ્થાનિક વસ્તીને નુકસાન થતા બચ્યુ
પ્લેન ક્રેશમાં એકનું મોત
સંરક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, તુટી પડેલ વિમાન એરફોર્સમાં ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતું પ્લેન હતું.બે પાયલોટ પૈકી એક પાયલોટનું મોત થયુ છે. જો કે આ અંગે હજુ સત્તાવાર જાણકારી સંબધિત તંત્રે કે અધિકારીએ જાહેર કરી નથી. ઘટના સ્થળે જવા માટે જામનગરથી અધિકારીઓનો કાફલો રવાના થયો છે.