4 April 2025

ઘરમાં પોપટ પાળવો શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે

Pic credit - google

મોટાભાગના લોકો કૂતરા, બિલાડી, માછલી, સસલા અને પોપટ સહિતના પ્રાણીઓ અને પક્ષીઓને ઘરમાં રાખવાના શોખીન હોય છે.

Pic credit - google

લોકો માને છે કે પાળતુ પ્રાણી રાખવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે. તેમા પણ કેટલાક ઘરમાં પોપટ પાળવાના શોખીન હોય છે.

Pic credit - google

પરંતુ ઘણીવાર લોકો મૂંઝવણમાં હોય છે કે શું ઘરમાં પોપટ પાળવો શુભ છે કે અશુભ? તો ચાલો અહીં જાણીએ

Pic credit - google

એવું માનવામાં આવે છે કે વાસ્તુના નિયમો અનુસાર ઘરમાં પોપટ પાળવાથી સુખ અને સૌભાગ્ય વધે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરમાં પોપટ પાળવો ખુબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે પોપટ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

Pic credit - google

જેના કારણે પરિવારમાં પણ ખુશીઓ આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં પોપટ પાળવાથી દુ:ખ દૂર થાય છે. ઘણા આધ્યાત્મિક ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે

Pic credit - google

કહેવાય છે કે પોપટ રાખવાથી ઘરના લોકો વચ્ચે સારા સંબંધો સ્થાપિત થાય છે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહે છે

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં પોપટ રાખવો શુભ માનવામાં આવે છે.

Pic credit - google

તેમજ જો તમે પોપટને પાંજરામાં રાખો છો, તો ખાતરી કરો કે તે ખુશ રહે છે. એવું માનવામાં આવે છે કે જો પોપટ પિંજરામાં ખુશ ન હોય તો નકારાત્મકતા વધે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે લેવામાં આવી છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google