Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2024: રોમાંચક મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સને એક રને હરાવ્યું

દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં યુપીએ દિલ્હીને 1 રને હરાવ્યું હતું. એલિસા હીલીની કપ્તાનીમાં યુપીએ છેલ્લી મેચમાં હાર બાદ ફરી જીત મેળવી હતી. તો બીજી તરફ દિલ્હીને સતત બે મેચમાં જીત બાદ હારનો સામનો કરવા પડ્યો હતો.

| Updated on: Mar 08, 2024 | 11:57 PM
દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં યુપીએ દિલ્હીને 1 રને હરાવ્યું હતું. યુપીએ દિલ્હીને જીતવા 139 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે દિલ્હીની ટીમ 137 રન જ બનાવી શકી હતી.

1 / 5
કેપ્ટન એલિસા હીલીના 29 અને દીપ્તિ શર્માના 59 રનની મદદથી યુપીની ટીમે 20 ઓવરમાં 138 રન ફટકાર્યા હતા. જ્યારે બોલિંગમાં દીપ્તિ શર્મા ચાર અને સાયમા ઠાકોરે બે વિકેટ ઝડપી હતી.

2 / 5
દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ હતો, જેની સામે તેમની ટીમ 20 ઓવરમાં 137 રન કરી શકી હતી. દિલ્હી તરફથી મેગ લેનિંગ સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં તિતસ સાધુ અને રાધા યાદવે બે-બે વિકેટ લીધી હતી.

3 / 5
એલિસા હીલીની કપ્તાનીમાં યુપી વોરિયર્સની ટીમે આ સિઝનની સાતમી મેચમાં ત્રીજી જીત મેળવી હતી. છેલ્લી મેચમાં હાર બાદ યુપીને ફરી જીત મળી હતી. આ મેચમાં જીતની હીરો દીપ્તિ શર્મા રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

4 / 5
યુપી વોરિયર્સ આ જીત બાદ પણ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર જ છે. 6 મેચમાં 4 જીતની મદદથી દિલ્હીના 8 પોઈન્ટ છે અને તે ટોપ પર છે. જ્યારે મુંબઈ  બીજા ક્રમે છે. પોઈન્ટ ટેબલમાં અંતિમ સ્થાન પર ગુજરાત જાયન્ટ્સ છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">