IND vs ENG : કોહલીએ સચિનનો મહારેકોર્ડ તોડ્યો, પહેલીવાર કોઈ ભારતીય ખેલાડીએ ઈંગ્લેન્ડ સામે મેળવી આ સિદ્ધિ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનું બેટ અમદાવાદમાં ફુલ ફોર્મમાં હતું. તેણે ઇંગ્લેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સાથે તેણે સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ તોડ્યો. જ્યારે તે ઈંગ્લેન્ડ સામે ખાસ રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ બની ગયો છે.

અમદાવાદમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી અને અંતિમ વનડેમાં વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગ દ્વારા વિરાટ કોહલીએ બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

વિરાટ કોહલી એશિયામાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 16 હજાર કે તેથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તે ઈંગ્લેન્ડ સામે ચાર હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર પણ બન્યો છે.

વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામે અડધી સદી ફટકારીને અને એશિયામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16,000 રન પૂર્ણ કરીને સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો છે. કોહલીએ તેની 340મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે સચિને એશિયામાં 353 ઇનિંગ્સમાં 16 હજાર રન પૂરા કર્યા હતા.

વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામે ચાર હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. કોહલીએ ઈંગ્લેન્ડ સામેની પોતાની 87મી મેચમાં આ સિદ્ધિ મેળવી. અત્યાર સુધીમાં વિરાટે ઈંગ્લેન્ડ સામે 41.23ની સરેરાશથી 8 સદી અને 32 અડધી સદી ફટકારી છે. જ્યારે એકંદરે તે ઈંગ્લેન્ડ સામે 4 હજારથી વધુ રન બનાવનાર છઠ્ઠો ક્રિકેટર છે.

રોહિત શર્મા આઉટ થયા પછી વિરાટ કોહલી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેણે પહેલા 50 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. વિરાટની અડધી સદી 50 ઓવરના ફોર્મેટમાં 451 દિવસ પછી આવી છે. તેણે 55 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા. (All Photo Credit : X / BCCI / ESPN)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચારો વાંચવા ક્લિક કરો
