સચિન તેંડુલકર
સચિન રમેશ તેંડુલકરને ક્રિકેટના ઈતિહાસમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણવામાં આવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું ક્રિકેટમાં એટલું ઉંચુ નામ છે કે, 5 વર્ષના બાળકથી લઈને 90 વર્ષના દાદા-દાદી સુધી સૌ કોઈ તેને પસંદ કરે છે. સચિન તેંડુલકરના પિતા રમેશ તેંડુલકરે 2 લગ્ન કર્યા હતા. તેમના પિતાનું નામ રમેશ તેંડુલકર અને માતાનું નામ રજની તેંડુલકર છે. સચિનના પિતાનું વર્ષ 1999માં અવસાન થયું હતું. તે સમયે સચિન ઈંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમી રહ્યો હતો. અને 101 બોલમાં 140 રનની ઇનિંગ રમી. 19 મે 1999ના રોજ સચિનના પિતાનું અવસાન થયું હતું. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
સચિન તેંડુલકરે 24 મે 1995 ના રોજ તેમના કરતાં છ વર્ષ મોટી બાળરોગ નિષ્ણાત ડૉ. અંજલિ સાથે લગ્ન કરીને તેમના લગ્ન જીવનની શરૂઆત કરી હતી. તેના ચાહકો તેને પ્રેમથી લિટલ માસ્ટર અને માસ્ટર બ્લાસ્ટર કહીને બોલાવે છે.સચિનને બે બાળકો છે. મોટી પુત્રીનું નામ સારા અને પુત્રનું નામ અર્જુન છે. તેમનો પુત્ર ક્રિકેટર છે. સચિનની જેમ તે બેટ્સમેન નહીં પણ બોલર છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમતો જોવા મળી ચૂક્યો છે.
સચિન તેંડુલકર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ખેલાડી છે. ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થનાર તે પ્રથમ ક્રિકેટર છે. વર્ષ 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યો હતો.