MS ધોનીએ લીધો મોટો નિર્ણય, IPL 2025માં પણ બતાવશે દમ, CSK આપશે કરોડોનો પગાર

IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ધોની નિવૃત્તિની જાહેરાત કરશે પરંતુ પ્રશંસકોની માંગ પર તે પણ આગામી સિઝન રમવા માટે પાછો ફર્યો. હવે ફરી એકવાર ધોનીએ તેના પ્રશંસકોની ઈચ્છાઓ અને ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી સિઝન રમવાનો નિર્ણય કર્યો છે.

| Updated on: Oct 26, 2024 | 9:18 PM
શું એમએસ ધોની IPL 2025માં રમશે? આ સવાલ છેલ્લા કેટલાય અઠવાડિયાથી સતત પૂછવામાં આવી રહ્યો છે અને 'ઓપન સિક્રેટ'ની જેમ જવાબ બધાની સામે હતો પરંતુ હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે.

1 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન ધોની આગામી સિઝન માટે પણ 'યલો જર્સી'માં પરત ફરી રહ્યો છે. ધોનીએ પોતે આની જાહેરાત કરી છે અને હવે એક રિપોર્ટ અનુસાર ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાસી વિશ્વનાથને પણ તેની પુષ્ટિ કરી છે. ધોની સતત 18મી IPL સિઝનમાં પોતાના પ્રશંસકોનું મનોરંજન કરતો જોવા મળશે.

2 / 6
ક્રિકબઝે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે એમએસ ધોની આગામી સિઝનમાં પણ રમતા જોવા મળશે. આ વાત ફ્રેન્ચાઈઝીના CEO કાશી વિશ્વનાથનને ટાંકીને કહેવામાં આવી છે, જેમણે ધોનીના વાયરલ વીડિયો પછી આ નિર્ણયની પુષ્ટિ કરી છે.

3 / 6
કાસી વિશ્વનાથને કહ્યું કે જો ધોની તૈયાર છે તો ફ્રેન્ચાઈઝી પણ ખુશ છે કારણ કે તેઓ આ જ ઈચ્છે છે. ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યો છે કે તે તેની કરિયરના બાકીના વર્ષોમાં ક્રિકેટનો આનંદ માણવા માંગે છે.

4 / 6
છેલ્લા 2-3 સિઝનથી ધોનીના IPLમાં રમવા અંગે સતત શંકાની સ્થિતિ છે. દરેક સિઝન પછી તે પ્રશ્ન ઉભો થયો છે કે શું તે આગામી સિઝનમાં રમવા માટે પરત ફરશે. 2023માં ટીમ IPL ચેમ્પિયન બન્યા બાદ પણ માનવામાં આવી રહ્યું હતું કે કદાચ તે આ સાથે સંન્યાસ લઈ લેશે પરંતુ ફેન્સની માંગ પર ધોનીએ 2024ની સિઝનમાં વાપસી કરી હતી, પરંતુ આ વખતે તેણે કેપ્ટનશીપ છોડીને ઋતુરાજ ગાયકવાડને આ જવાબદારી આપી હતી. જોકે, છેલ્લી સિઝન ટીમ માટે સારી રહી ન હતી અને CSK પ્લેઓફમાં પહોંચવામાં ચૂકી ગઈ હતી.

5 / 6
જ્યાં સુધી ધોનીની રિટેન્શનની વાત છે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખવામાં આવશે, જેના કારણે ફ્રેન્ચાઈઝીએ તેના માટે માત્ર 4 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. BCCI એ IPL 2025ની મેગા ઓક્શન માટે જૂનો નિયમ ફરીથી દાખલ કર્યો છે, જે અંતર્ગત જો કોઈ ખેલાડી છેલ્લા 5 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય અથવા છેલ્લા 5 વર્ષથી કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચની પ્લેઈંગ 11નો ભાગ ન રહ્યો હોય તો, તેને અનકેપ્ડ ખેલાડી તરીકે જાળવી રાખી શકાય છે. (All Photo Credit : PTI)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">