મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ જગતમાં ખુબ જ મોટુ નામ છે અને આ નામના મેળવવા માટે મહેન્દ્ર સિંહે આકરી મહેનત પણ કરી છે. ધોનીનો જન્મ રાંચીમાં 7 જુલાઈ 1981એ થયો છે. ધોનીએ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. ત્યારબાદ 2007માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યુ અને વિશ્વ ક્રિકેટમાં ભારતનું એક અલગ જ નામ અને ઓળખ બનાવી. ધોનીએ 2010માં સાક્ષી સિંઘ રાવત સાથે લગ્ન કર્યા. ધોનીએ 28 વર્ષ બાદ વર્ષ 2011માં ભારતને વિશ્વ કપ જીતાડ્યો અને હાલમાં પણ સમગ્ર ભારત ધોનીની 2011ની ફાઈનલ મેચની વિનિંગ સિક્સર યાદ કરી રહ્યું છે. ત્યારબાદ ધોનીએ 15 ઓગસ્ટ 2021એ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી, તે પછી માત્ર IPLમાં જ ધોની રમે છે.

Read More
Follow On:

ધોનીના સન્માનમાં સરકાર 7 રૂપિયાનો સિક્કો લાવી રહી છે? જાણો શું છે સત્ય

ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ઘણી ઉંચાઈઓને સ્પર્શી છે. તે ટીમને ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડવામાં સફળ રહ્યો હતો. હવે સોશિયલ મીડિયા પર ધોની વિશે એવા સમાચાર ફેલાઈ ગયા છે કે સરકાર તેના સન્માનમાં 7 રૂપિયાનો સિક્કો લાવવા જઈ રહી છે જેના પર ધોનીની તસવીર પણ છપાશે, જાણો શું છે સત્ય?

એમએસ ધોની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનો ‘કિંગ’ બન્યો, શાહરૂખ ખાન-અમિતાભ બચ્ચનને પાછળ છોડી દીધા

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ કારણે તેણે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની દુનિયામાં બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચનને પણ પાછળ છોડી દીધા છે. આ વર્ષે ધોનીએ આ દિગ્ગજો કરતાં વધુ બ્રાન્ડ્સ સાથે કરાર કર્યા છે.

MS Dhoni Viral Video : ધોનીએ પત્ની સાક્ષી સાથે ઋષિકેશમાં ‘ગુલાબી શરારા’ ગીત પર કર્યો પહાડી ડાન્સ, જુઓ વીડિયો

પૂર્વ ટીમ ઈન્ડિયા અને CSK કેપ્ટન એમએસ ધોની તેની પત્ની સાક્ષી સાથે પહાડોમાં પહાડી લોકો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. ધોનીના પહાડી ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પરખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. ધોનીને આ ડાન્સિંગ અવતારમાં જોઈ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

રવીન્દ્ર જાડેજાએ CSK ટીમ પર બનેલો એક ફની વીડિયો કર્યો શેર, ફેન્સ થયા ખુશ

IPL 2025 માટે ચેન્નાઈ સુપર કિંગ્સે જૂના ખેલાડીઓ પર દાવ લગાવ્યો છે, જેઓ પહેલા પણ CSK ટીમનો ભાગ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં રવીન્દ્ર જાડેજાએ CSKની નવી ટીમ પર એક ફની વીડિયો શેર કર્યો છે અને તેને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનું રિયુનિયન ગણાવ્યું છે.

IPL 2025 Auction CSK Full Squad : ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો,જુઓ ધોનીની ટીમ કેવી છે

Chennai Super Kings Squad : ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ IPL મેગા ઓક્શનમાં રૂ. 55 કરોડ સાથે પ્રવેશ કર્યો હતો. અગાઉ તેણે 5 ખેલાડીઓને રિટેન કર્યા હતા. CSKએ પહેલા દિવસે 7 ખેલાડીઓ ખરીદ્યા હતા. તો ચાલો કેવી છે ધોનીની ટીમ.

MI Player IPL 2025 Auction: નીતા અંબાણીની ધોનીના આ ધુરંધર પર હતી નજર, મુંબઈની ટીમમાં લેવા ખર્ચ્યા આટલા કરોડ

દીપક ચહરે ચેન્નાઈ સુપર કિંગ્સમાં 6 વર્ષ વિતાવ્યા પરંતુ હવે આ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. જાણો આ ખેલાડી પર મુંબઈ ઈન્ડિયન્સનો કેટલો સટ્ટો છે?

સંજુ સેમસનના પિતાએ ધોની-વિરાટ-રોહિત પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મારા પુત્રના 10 વર્ષ બરબાદ કર્યા

સંજુ સેમસનના પિતા વિશ્વનાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન ધોની અને વિરાટ કોહલી વિરુદ્ધ ગંભીર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ત્રણેયએ મળીને તેમના પુત્ર સંજુ સેમસનના 10 વર્ષ બગાડ્યા છે. જાણો શું છે મામલો.

મહેન્દ્રસિંહ ધોની હાજીર હો, ઝારખંડ હાઈકોર્ટે છેતરપિંડીના કેસમાં ફટકારી નોટિસ

ઝારખંડ હાઈકોર્ટે એમએસ ધોનીને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. કોર્ટે ફટકારેલી નોટિસમાં, ધોનીને તેનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નોટિસ ધોનીને છેતરપિંડી સંબંધિત એક કેસમાં આવી છે, જેના પર ગઈકાલે 12મી નવેમ્બરે સુનાવણી હાથ ધરાઈ હતી.

ધોની 321 રન બનાવનાર 17 વર્ષના છોકરાનો બન્યો ફેન, CSKએ મોકલ્યું ખાસ આમંત્રણ

ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2025ની મેગા ઓક્શનમાં યુવા ખેલાડીઓને ખરીદવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચેન્નાઈએ મુંબઈથી ઓપનરને ટ્રાયલ માટે બોલાવ્યો છે. ધોનીને પણ આ ખેલાડી ઘણો પસંદ આવ્યો છે.

વાઈડ બોલ પર એમએસ ધોનીનો પત્ની સાક્ષી સાથે ઝઘડો થયો હતો, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચૂકેલા ધોનીનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે, તે વાઈડ બોલ પર સ્ટંપ આઉટને લઈ સાક્ષી સાથે ઝગડો થયો હતો.

IPL Retention Player Complete List 2025: રિષભ પંત, શ્રેયસ ઐયર, KL રાહુલને ના કરાયા રિટેન, ધોની IPL રમશે

IPL Retention Player Complete List 2025 : તમામ 10 ટીમોએ IPL 2025 માટે તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી છે. મોટા સમાચાર એ છે કે એમએસ ધોની IPL 2025 રમશે અને તેને ચેન્નાઈએ રિટેન કર્યા છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિટેન કર્યો નથી. કેએલ રાહુલ પણ લખનૌ સુપરજાયન્ટ્સમાંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. બેંગલુરુએ માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલનો સમાવેશ થાય છે. પંજાબની ટીમે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે.

MS ધોનીએ લીધો મોટો નિર્ણય, IPL 2025માં પણ બતાવશે દમ, CSK આપશે કરોડોનો પગાર

IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ધોની નિવૃત્તિની જાહેરાત કરશે પરંતુ પ્રશંસકોની માંગ પર તે પણ આગામી સિઝન રમવા માટે પાછો ફર્યો. હવે ફરી એકવાર ધોનીએ તેના પ્રશંસકોની ઈચ્છાઓ અને ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગામી સિઝન રમવાનો નિર્ણય કર્યો છે.

IND vs NZ: વિરાટ કોહલીએ તોડ્યો એમએસ ધોનીનો મોટો રેકોર્ડ, ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં મેળવી આ સિદ્ધિ

વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે માત્ર સચિન તેંડુલકર જ વિરાટ કોહલીથી આગળ છે. ભારતની પ્લેઈંગ ઈલેવનની જાહેર થતાની સાથે જ કોહલીના નામે આ મોટી સિદ્ધિ નોંધાઈ ગઈ હતી.

ધોનીથી લઈને સચિન સુધી આ ક્રિકેટર પોલીસ અને આર્મીમાં આપે છે સેવા, મળ્યું છે વિશે સન્માન

ભારતીય ક્રિકેટમાં પોતાના અમૂલ્ય યોગદાનના કારણે કેટલાક ભારતીય ક્રિકેટરોને દેશના ભારતીય સશસ્ત્ર દળો એટલે કે આર્મી, નેવી, એરફોર્સ અને પોલીસમાં ઉચ્ચ રેન્કની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ક્રિકેટરોને ક્રિકેટ ફિલ્ડની સાથે આ સશસ્ત્ર દળોમાં પણ સેવા આપવાનો મોકો મળ્યો છે. આ લિસ્ટમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને એમએસ ધોનીના નામ પણ સામેલ છે. આ સિવાય બીજા કયા ક્રિકેટરો છે જેમને સશસ્ત્ર દળોમાં સેવા કારવાનો મોકો મળ્યો છે, તે આ આર્ટીકલમાં જાણો.

ધોનીના ગુસ્સાનો સૌથી વધુ વાર શિકાર બન્યો છે આ ખેલાડી, CSKના સાથી ખેલાડીએ કર્યો ખુલાસો

ચેન્નાઈ સુપર કિંગ્સમાં લાંબા સમય સુધી ધોની સાથે રમી ચૂકેલા મોહિત શર્માએ ધોનીનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે. મોહિતે એ પણ ખુલાસો કર્યો કે ધોની મેદાન પર ખૂબ ગુસ્સે થઈ જાય છે, અને દીપર ચહર સૌથી વધુ વાર ધોનીના ગુસ્સાનો શિકાર બન્યો છે.

g clip-path="url(#clip0_868_265)">