IND vs AUS: પર્થ ટેસ્ટમાં મુશ્કેલી પરિસ્થિતિમાં છવાયો કેએલ રાહુલ, ઓસ્ટ્રેલિયામાં બતાવ્યો પોતાનો ‘ક્લાસ’

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કેએલ રાહુલની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા હતા. તે પહેલા, તે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાં બેંચ પર બેઠો હતો, જ્યારે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં નિષ્ફળ ગયો હતો. પર્થ ટેસ્ટમાં પણ તેના રમવા પર સવાલો ઉઠ્યા હતા પરંતુ રોહિત અને ગિલની ગેરહાજરીને કારણે તેને આ તક મળી હતી. અને હવે રાહુલે પોતાની પ્રતિભા અનુરૂપ પ્રસદર્શન કરી ટીકાકારોની બોલતી બંધ કરી છે.

| Updated on: Nov 23, 2024 | 5:59 PM
'કેએલ રાહુલમાં જે પ્રતિભા છે તેની સાથે ટેસ્ટ ક્રિકેટમાં તેની એવરેજ 60થી વધુ હોવી જોઈએ.' ઓસ્ટ્રેલિયાના મહાન ઓપનિંગ બેટ્સમેનોમાંના એક મેથ્યુ હેડને જ્યારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રાહુલ વિશે આ વાત કહી ત્યારે તેની એવરેજ માત્ર 34ની આસપાસ હતી, જ્યારે તે 50થી વધુ ટેસ્ટ રમી ચૂક્યો હતો. આટલી લાંબી કારકિર્દીમાં રાહુલની આ એવરેજ ઘણીવાર તેની ટીકાનું કારણ બને છે. ઘણી તકો મળવા છતાં, તેના અપેક્ષિત પ્રદર્શનથી ઓછા પ્રદર્શનને કારણે તેના સ્થાન પર વારંવાર સવાલો ઉઠ્યા છે. તેમ છતાં તે ટીમમાં યથાવત છે. આવું કેમ થાય છે? તેનું ઉદાહરણ થોડા વર્ષો પહેલા લોર્ડ્સમાં જોવા મળ્યું હતું, ગયા વર્ષે સેન્ચુરિયનમાં અને હવે તે પર્થમાં જોવા મળ્યું છે.

1 / 5
પર્થ ટેસ્ટ પહેલા સવાલ એ હતો કે શું રાહુલને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળવી જોઈએ? બાંગ્લાદેશ સામે નિષ્ફળ જવા છતાં અને ન્યુઝીલેન્ડ સિરીઝ દરમિયાન બેંચ પર બેસવા છતાં તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો, જેના પર હંમેશની જેમ પ્રશ્નો ઉભા થયા હતા. પછી જ્યારે રોહિત શર્મા અને શુભમન ગિલના પર્થ ટેસ્ટમાંથી બહાર હોવાના સમાચાર આવ્યા ત્યારે ટીમ ઈન્ડિયા પાસે માત્ર એક જ ભરોસાપાત્ર વિકલ્પ હતો - કેએલ રાહુલ, જેના પર મોટાભાગના ચાહકોને ઓછો ભરોસો છે.

2 / 5
પરંતુ આ બેટ્સમેને બીજો પુરાવો રજૂ કર્યો કે શા માટે ટીમ ઈન્ડિયા રાહુલને આટલી બધી તકો આપે છે અને શા માટે તેને દરેક પ્રકારની પરિસ્થિતિમાં અલગ-અલગ બેટિંગ પોઝીશનમાં મેદાનમાં ઉતારે છે. પર્થ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં જ્યાં ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ઓસ્ટ્રેલિયન પેસ સામે સંઘર્ષ કરી રહ્યો હતો ત્યાં રાહુલે હિંમતભેર બેટિંગ કરી હતી. વિવાદાસ્પદ નિર્ણયે ચોક્કસપણે તેની વિકેટ લીધી પરંતુ તેની આંખો સેટ થઈ ગઈ અને આ બીજી ઈનિંગમાં દેખાઈ આવ્યું. રાહુલે પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડની ધારદાર બોલિંગ સામે ધીરજ બતાવી અને કોઈ ભૂલ કરી ન હતી.

3 / 5
ધીમે-ધીમે ક્રિઝ પર રહીને તેણે માત્ર ઓસ્ટ્રેલિયન બોલરોને થાક્યા જ નહીં, પરંતુ વચ્ચે ધીરજ ગુમાવી બેઠેલા તેના યુવા પાર્ટનર યશસ્વી જયસ્વાલને પણ સમજાવતો રહ્યો. રાહુલે પોતાનો અનુભવ અને તેની ઉત્તમ ટેકનિક દર્શાવી અને તેના શોટને જોયા બાદ કોમેન્ટ્રી કરી રહેલા વસીમ અકરમે પણ કહ્યું કે તેને જોઈ સચિન તેંડુલકર યાદ આવી ગયો. રાહુલે જયસ્વાલ સાથે બે સત્રો સુધી બેટિંગ કરી અને 172 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને શાનદાર સ્થિતિમાં પહોંચાડી દીધી. રાહુલ 62 રન બનાવીને અણનમ છે, જ્યારે જયસ્વાલે પણ 90 રન બનાવ્યા છે.

4 / 5
આ પહેલીવાર નથી જ્યારે રાહુલે મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમની કમાન સંભાળી હોય. અગાઉ 2021માં, જ્યારે શુભમન ગિલ અચાનક ઘાયલ થયો હતો, ત્યારે રાહુલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ માટે ઓપનિંગની જવાબદારી લીધી હતી. લોર્ડ્સ ટેસ્ટમાં રાહુલે સ્વિંગિંગ સ્થિતિમાં 129 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પછી તે જ વર્ષે, તેણે દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાના ઘાતક હુમલા સામે બેટિંગની શરૂઆત કરતી વખતે 123 રનની ઈનિંગ રમી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં, સેન્ચ્યુરિયનમાં, રાહુલે એકલા હાથે ટીમ ઈન્ડિયાની લથડતી બેટિંગને સંભાળી અને 101 રનની ઈનિંગ રમી, જ્યારે આ વખતે તે છઠ્ઠા નંબર પર ઉતર્યો. આ કહેવા માટે પૂરતું છે કે રાહુલે ઘણી મોટી કટોકટીમાં ટીમને સંભાળી છે અને તેથી ટીમ મેનેજમેન્ટ વારંવાર તેના પર વિશ્વાસ કરે છે. (All Photo Credit : PTI)

5 / 5
Follow Us:
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

આ 6 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

g clip-path="url(#clip0_868_265)">