કે એલ રાહુલ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન જે ટીમની જરૂરત પ્રમાણે વિકેટકિપરની ભૂમિકામાં પણ દેખાય છે, તેવો કે. એલ. રાહુલ ક્રિકેટ જગતના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન છે.
રાહુલ 2010 માં અંડર-19 વિશ્વ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો અને એક વર્ષ બાદ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2013-14 સીઝનમાં રણજી ટ્રોફીની વિજેતા ટીમ કર્ણાટક માટે તેણે 1033 રન કર્યા હતા, જેમાં 3 સદી સામેલ હતી અને ફાઇનલમાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.
હૈદરાબાદ માટે 2014માં તેણે આઇપીએલમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2014માં તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યૂ કર્યુ હતુ. 2016માં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર તેણે વન-ડે અને ટી-20માં ડેબ્યૂ કર્યુ હતુ.
કે.એલ. રાહુલ એક માત્ર ભારતીય ક્રિકેટર છે, જેણે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ પર સદી ફટકારી છે. કે.એલ. રાહુલના નામે ટેસ્ટ ક્રિકેટમાં સતત 7 ઇનિંગમાં ફિફટી સ્કોર કરવાનો રેકોર્ડ છે.