ઈતિહાસ રચતો યશસ્વી જયસ્વાલ, પર્થમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાનુ ઘમંડ તોડ્યુ

Yashasvi Jaiswal Century : ગયા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરનાર ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલનો આ ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પ્રવાસ છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના પોતાના પ્રથમ પ્રવાસમાં જ યશસ્વી જયસ્વાલે પોતાની બેટિંગથી જબરદસ્ત આભા ઊભી કરી છે. પ્રથમ દાવમાં શૂન્ય રન પર આઉટ થયા બાદ યશસ્વી જયસ્વાલે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2024 | 9:30 AM
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ટેસ્ટ પાસ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા યશસ્વી જયસ્વાલે ફરી એકવાર પર્થની મુશ્કેલ પીચ પર સદી ફટકારીને પોતાની બેટીંગ ક્ષમતા સાબિત કરી દીધી છે.

1 / 6
ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાની પ્રથમ ઇનિંગમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહેલા યશસ્વીએ માત્ર 24 કલાકમાં જ જબરદસ્ત વાપસી કરી અને પોતાની ટેસ્ટ કારકિર્દીની ચોથી સદી પણ ફટકારી. યશસ્વીની આ શાનદાર સદી અને કેએલ રાહુલ સાથેની તેની રેકોર્ડ ભાગીદારીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધા છે.

2 / 6
પર્થમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને માત્ર 104 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયા તેની બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરી હતી. આ વખતે ટીમ ઈન્ડિયાને સારી શરૂઆતની જરૂર હતી અને યશસ્વીએ કેએલ રાહુલ સાથે મળીને આ ખૂબ જ સારી રીતે કર્યું. પ્રથમ દાવની તેની ભૂલમાંથી શીખીને, જયસ્વાલે તેના આક્રમક વલણને નિયંત્રિત કર્યું અને ક્રિઝ પર નિશ્ચિતપણે રમવાનું નક્કી કર્યું, જે તેના માટે પણ કામ આવ્યું.

3 / 6
પર્થમાં યશસ્વીએ 205 બોલમાં પોતાની શાનદાર સદી ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે આ સદી સાથે ઈતિહાસ પણ રચ્યો હતો. એમએલ જયસિમ્હા અને સુનીલ ગાવસ્કર પછી, તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી તેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય બન્યો.

4 / 6
ઓસ્ટ્રેલિયા સામે આ યશસ્વી જયસ્વાલની પ્રથમ સદી છે અને વિદેશી ધરતી પર તેની બીજી સદી છે. આ પહેલા યશસ્વીએ વેસ્ટ ઈન્ડિઝમાં પણ સદી ફટકારી હતી, જે તેની ટેસ્ટમાં પ્રથમ સદી હતી. ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલ ચોથો સૌથી યુવા ભારતીય પણ છે.

5 / 6
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વખત ટેસ્ટ મેચ રમી રહેલા જયસ્વાલે વર્તમાન વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનને બતાવી દીધું કે તે પોતાની વિસ્ફોટક બેટિંગથી માત્ર પોતાના વિરોધીઓને હરાવી શકતો નથી, પરંતુ ક્રિઝમાં રહીને અને જૂના જમાનાની બેટિંગનો ઉપયોગ કરીને બોલરોને પણ બેઅસર કરી શકે છે. પર્થમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને મુશ્કેલીમાં મુકનાર યશસ્વીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 1500 રન પણ પૂરા કર્યા. ( તસવીરો સૌજન્ય- PTI)

6 / 6
Follow Us:
વીએસ હોસ્પિટલ પાસે રાજસ્થાનની ST બસે સર્જ્યો અકસ્માત, 1નું મોત

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી સાથે માવઠાની આગાહી

બાંગ્લાદેશમાં હિંદુઓ પર બની રહેલી ઘટનાઓનો અમદાવાદમાં ઠેરઠેર વિરોધ

Surat : ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક બોગસ તબીબની ધરપકડ

જંત્રીના નવા ભાવથી મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું બનશે મુશ્કેલ

અંબાલાલની આગાહી : 8 ડિસેમ્બર બાદ ગુજરાતમાં પડશે કાતિલ ઠંડી

અપહરણ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે હાથ ધરી તપાસ

રાજકોટના ગવરીદડ નજીક 9 કિલોથી વધારે ગાંજાનો જથ્થો ઝડપાયો

ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 10 લોકો ઈજાગ્રસ્ત

અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત

g clip-path="url(#clip0_868_265)">