દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર સુધી, 2024માં આ 5 એક્ટ્રેસ પર મેકર્સે લગાવ્યો કરોડોનો દાવ

ગત વર્ષ હિન્દી સિનેમા માટે ખૂબ જ શાનદાર રહ્યું. પઠાણ, ગદર 2, જવાન, એનિમલ જેવી ફિલ્મો દ્વારા બોક્સ ઓફિસનો બિઝનેસ આખા વર્ષમાં ચાલુ રહ્યો. હવે નવા વર્ષમાં બોલિવુડના મેકર્સે ખૂબ મહેનત કરી છે. મેકર્સે 2024માં બોલિવુડ એક્ટ્રેસ પર કરોડો રૂપિયાની શરત લગાવી છે. આ લિસ્ટમાં દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર સુધીના નામ સામેલ છે. બોલિવુડ એક્ટ્રેસ આ વર્ષે થિયેટરોમાં પોતાની તાકાત બતાવતી જોવા મળશે.

| Updated on: Feb 04, 2024 | 4:57 PM
દીપિકા પાદુકોણ - વર્ષ 2023 દીપિકા પાદુકોણની ફિલ્મોના નામે હતું. વર્ષ 2024 માં તેને ફાઈટર ફિલ્મથી નવા વર્ષની ધમાકેદાર શરૂઆત કરી છે. પરંતુ દીપિકા પાસે હાલમાં કરોડોના ઘણા પ્રોજેક્ટ છે. સિંઘમ અગેઈનમાં કોપ લેડી બનીને દીપિકા ધૂમ મચાવા તૈયાર છે. તો પ્રભાસ સાથે 'કલ્કી 2898 એડી'માં તેની ક્યારેય ન જોયેલી સ્ટાઈલ જોવા મળશે.

1 / 5
કરીના કપૂર ખાન - એક્ટ્રેસ કરીના કપૂર ખાન પણ વર્ષ 2024માં કંઈક નવું કરતી જોવા મળશે. રોહિત શેટ્ટીની મલ્ટી-સ્ટારર ફિલ્મ સિંઘમ અગેઈનમાં પણ કરીના ડેશિંગ અવતારમાં જોવા મળશે. એવું માનવામાં આવે છે કે સિંઘમ અગેઈન બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી શકે છે.

2 / 5
શ્રદ્ધા કપૂર - શ્રદ્ધા કપૂરની ફિલ્મોની દર્શકો ખૂબ રાહ જુએ છે. શ્રદ્ધા હાલમાં સ્ત્રી 2 માં બિઝી છે. એવું માનવામાં આવે છે કે મેકર્સ આ ફિલ્મને 2024માં જ થિયેટરોમાં રિલીઝ કરશે. આ ફિલ્મનો પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો. આ ફિલ્મ પણ હિટ સાબિત થાય તેવી પૂરી આશા છે.

3 / 5
તૃપ્તિ ડિમરી - રણબીર કપૂરની એનિમલથી લોકોના દિલ જીતનારી તૃપ્તિ ડિમરીની અપકમિંગ ફિલ્મની ફેન્સ હવે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એનિમલની મોટી સફળતા બાદ તૃપ્તિના હાથમાં ઘણા પ્રોજેક્ટ છે. એક રિપોર્ટ મુજબ એક્ટ્રેસ ટૂંક સમયમાં ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી ફિલ્મનો ભાગ બની શકે છે.

4 / 5
કેટરીના કૈફ - બોલિવુડ એક્ટ્રેસ કેટરિના કૈફની ફિલ્મ મેરી ક્રિસમસને વધારે પસંદ કરવામાં આવી ન હતી. પરંતુ ટાઈગર 3માં તેના કામના ખૂબ વખાણ થયા હતા. કેટરિના કૈફના અપમિંગ પ્રોજેક્ટ વિશે એવા રિપોર્ટ છે કે તે કાર્તિક આર્યન સાથે ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'માં જોવા મળી શકે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">