
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તે હિન્દી ફિલ્મ એક્ટ્રેસ અને સિંગર છે. તેના પિતા શક્તિ કપૂર હિન્દી સિનેમાના જાણીતા એક્ટર છે અને તેની માતાનું નામ શિવાંગી કપૂર છે. તે લતા મંગેશકર અને આશા ભોંસલેના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. શ્રદ્ધા કપૂર બાળપણથી જ એક્ટ્રેસ બનવા માંગતી હતી. તે વરુણ ધવનની બાળપણની મિત્ર છે.
શ્રદ્ધાએ જમનાબાઈ નરસી સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ શિક્ષણ મેળવ્યું હતું. આ પછી તેણે અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાં અભ્યાસ કર્યો. તેના ક્લાસમેટ અથિયા શેટ્ટી અને ટાઈગર શ્રોફ હતા. શ્રદ્ધાએ વર્ષ 2010માં ફિલ્મ ‘તીન પત્તી’થી ડેબ્યૂ કર્યું હતું. તેને 2013માં આવેલી ફિલ્મ ‘આશિકી-2’થી ઓળખ મળી હતી. તેની ફિલ્મોમાં ‘આશિકી-2’, ‘એક વિલન’, ‘હૈદર’, ‘બાગી’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘નવાબઝાદે’, ‘છિછોરે’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેને સ્ક્રીન એવોર્ડ, સ્ટારડસ્ટ એવોર્ડ જેવા એવોર્ડ મળ્યા છે.
IPL 2025 Opening Ceremony : આઈપીએલની ઓપનિંગ સેરમનીમાં ક્યા ક્યા સ્ટાર પરફોર્મ કરશે, જાણો ક્યારે અને ક્યા લાઈવ જોઈ શકશો
આઈપીએલની પ્રથમ મેચ 22 માર્ચના રોજ રમાશે. આજ દિવસે આઈપીએલ સેરેમની ઈડેન ગાર્ડનમાં આયોજિત કરવામાં આવશે. ઓપનિંગ સેરેમનીની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં અને ક્યારે લાઈવ જોઈ શકશો.જાણો
- Nirupa Duva
- Updated on: Mar 18, 2025
- 12:02 pm
આજ કી રાત મઝા હુસ્ન કા.. તમન્ના ભાટિયાએ શેર કર્યો નવો વીડિયો, તમે નહીં જોયા હોય આ ડાન્સ મૂવ્સ
તમન્ના ભાટિયાએ ફિલ્મ સ્ત્રી 2માં કેમિયો કર્યો હતો. તેણે શાનદાર ડાન્સ પરફોર્મન્સ આપ્યું છે. તેનું આઈટમ સોંગ ખૂબ જ વાયરલ થયું હતું. જોકે આ સોંગનો વધુ એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેણે શેર કર્યો છે.
- Sagar Solanki
- Updated on: Oct 28, 2024
- 5:09 pm
Stree 2 ના મેકર્સ લાવી રહ્યા છે Devi, શ્રદ્ધા કપૂર પછી બદલાશે આ અભિનેત્રીની કિસ્મત
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં નામ કમાઈ લીધું છે અને એક્ટ્રેસને એક પછી એક સારી ફિલ્મો પણ મળી રહી છે. મતલબ કે તેની કારીગરી ઘણી પસંદ કરવામાં આવી રહી છે. હવે અભિનેત્રીને વધુ એક હોરર-કોમેડી ફિલ્મ મળી છે.
- Sagar Solanki
- Updated on: Oct 25, 2024
- 10:43 pm
Stree 2 OTT Release: થિયેટરો બાદ, સ્ત્રી 2 OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ક્યાં પ્લેટફોર્મ પર જોવા મળશે
ચાહકો લાંબા સમયથી OTT પર સ્ત્રી 2 ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે તેમની રાહ પૂરી થઈ ગઈ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને તમે તેને તમારા ઘરમાં આરામથી માણી શકો છો. જો કે, હાલમાં તમારે તેને જોવા માટે તમારા પૈસા ખર્ચવા પડશે.
- Dhinal Chavda
- Updated on: Sep 28, 2024
- 5:30 pm
‘સ્ત્રી 2’નું કંઈ બગાડી ન શકી ‘દેવરા’, જાહ્નવી કપૂર પર ભારે પડી ગઈ શ્રદ્ધા કપૂર
Devara Vs Stree 2 Box Office : જાહ્નવી કપૂર, જુનિયર NTR અને સૈફ અલી ખાનની 'દેવરાઃ પાર્ટ 1' પહેલા દિવસે શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2'ની રમતને બગાડવામાં નિષ્ફળ રહી છે. દેવરાએ તેલુગુમાં બમ્પર કમાણી કરી પરંતુ હિન્દીમાં તેની કમાણી અપેક્ષા કરતા ઘણી ઓછી હતી.
- Meera Kansagara
- Updated on: Sep 28, 2024
- 2:09 pm
Stree 2 Box Office Day 25 : શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ સામે ‘પઠાણ’ ઝૂકી, સાઉથની આ 3 ફિલ્મોને પણ ધૂળ ચટાડી
Stree 2 Box Office Day 25 : શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2 દર સપ્તાહના અંતે સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે 25માં દિવસે 11 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે 'પઠાણ'ને 'સ્ત્રી 2' સામે ઘૂંટણિયે પડી જવું પડ્યું છે. શાહરૂખ ખાનની ફિલ્મ સિવાય સાઉથની ત્રણ મેગા બજેટ ફિલ્મો પણ પાછળ રહી ગઈ છે.
- Meera Kansagara
- Updated on: Sep 9, 2024
- 2:01 pm
Entertainment News : શ્રદ્ધા કપૂરને કેવો લાઈફ પાર્ટનર જોઈએ છે? ફિલ્મના પ્રમોશન દરમિયાન કહી દિલની વાત
શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ત્રી 2' 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારથી આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. ફિલ્મમાં શ્રદ્ધાના રોલને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મની બમ્પર કમાણી વચ્ચે શ્રદ્ધાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના લાઈફ પાર્ટનર વિશે જણાવી રહી છે.
- Sagar Solanki
- Updated on: Aug 28, 2024
- 10:20 pm
‘પુષ્પા 2’ થી લઈ ‘ભૂલ ભૂલૈયા 3’ સુધી, આ ફિલ્મોની સિક્વલ 2024માં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે, જુઓ ફોટો
બોલિવુડના સ્ટાર કલાકાર શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની સુપર હિટ ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ત્યારે આગામી મહિને પણ કેટલીક સિક્વલ રિલીઝ થશે. જે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી શકે છે.
- Nirupa Duva
- Updated on: Aug 23, 2024
- 2:58 pm
શ્રદ્ધા કપૂરે આ મામલે PM નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડ્યા, જુઓ ફોટો
બોલિવુડ ફિલ્મ સ્ત્રી 2 હિટ ગયા બાદ શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયાની ક્વિન બની ગઈ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી ત્રીજી ઈન્ડિયન સ્ટાર બની છે.
- Nirupa Duva
- Updated on: Aug 22, 2024
- 11:18 am
Stree 2 જ નહિ, આ ફિલ્મોની સિકવલે પણ ખૂબ કમાણી કરી, એક ફિલ્મે તો 1200 કરોડની કમાણી કરી હતી
શ્ર્દ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે. ચાહકો તરફથી આ ફિલ્મને ખુબ જ પ્રેમ પણ મળી રહ્યો છે, માત્ર 5 જ દિવસમાં સ્ત્રી 2 વર્ષ 2024ની સૌથી વધુ કમાણી કરનારી બોલિવુડ ફિલ્મ બની ગઈ છે. તો ચાલો જાણીએ કે, કેટલીક એવી ફિલ્મની સિકવલ થે જેમણે સારી કમાણી કરી હતી.
- Nirupa Duva
- Updated on: Aug 20, 2024
- 5:59 pm
Stree 2 : મળી ગયો જવાબ…સાચો ‘સરકટા’ કોણ છે? શ્રદ્ધા કપૂર-રાજકુમાર રાવની ‘ચંદેરી’માં કોણે કર્યું હતું તાંડવ
Stree 2 movie cast : 5 દિવસમાં જ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2'એ દોડવાની શરુઆત કરી દીધી છે. મોટા રેકોર્ડ તોડતા તે અક્ષય કુમારની 'ખેલ ખેલ મેં' અને જ્હોન અબ્રાહમની 'વેદા' કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. દરેક વ્યક્તિએ ફિલ્મમાં પોતાના અભિનયથી ફેન્સને પ્રભાવિત કર્યા છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, 'ચંદેરી'માં આતંક ફેલાવનારે એ વ્યક્તિ કોણ છે?
- Meera Kansagara
- Updated on: Aug 20, 2024
- 1:23 pm
Stree 2 2024ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની, પ્રભાસની ફિલ્મ કલ્કિ 2899ને પણ પાછળ છોડી
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2'શાનદાર કમાણી કરી રહી છે. 15મી ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ પાંચમા દિવસે પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરતી જોવા મળી હતી. ફિલ્મને પણ રક્ષાબંધનનો લાભ મળ્યો તેવું લાગી રહ્યું છે.
- Nirupa Duva
- Updated on: Aug 20, 2024
- 11:27 am
Stree 2 Box Office Collection Day 2: “સ્ત્રી 2” એ રચ્યો ઈતિહાસ, 100 કરોડના ક્લબમાં પ્રવેશનારી 4 ફિલ્મ બની
સ્ત્રી 2 સાથે, અક્ષય કુમાર અને તાપસી પન્નુની 'ખેલ ખેલ મેં' અને જ્હોન અબ્રાહમની 'વેદા' થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પરંતુ શરૂઆતના દિવસે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સાથે સ્પર્ધા કરવામાં નિષ્ફળ રહી હતી. બે મોટા સ્ટાર્સની ફિલ્મો પછી પણ, સ્ત્રી 2 પ્રેક્ષકોની વચ્ચે પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી
- Devankashi rana
- Updated on: Aug 17, 2024
- 11:08 am
Stree 2 cast fee : “સ્ત્રી 2″માં કામ કરવા શ્રદ્ધા કપૂરથી લઈને પંકજ ત્રિપાઠીએ કેટલી લીધી ફી? જાણો અહીં
હોરર કોમેડી સ્ટ્રી 2 એ તેની રીલીઝ બાદથી ઘણી ચર્ચા જગાવી છે. આ ફિલ્મને સિનેમાઘરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરમિયાન, સ્ટ્રી 2 સ્ટાર કાસ્ટની ફીને લઈને પણ હેડલાઈન્સ છે. ચાલો જાણીએ કે નિર્માતા દિનેશ વિજાનની આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂર જેવી એક્ટ્રેસે કેટલા પૈસા લીધા છે.
- Devankashi rana
- Updated on: Aug 16, 2024
- 2:33 pm
Stree 2 Collection Day 1: પહેલા જ દિવસે “સ્ત્રી 2″એ કરી તગડી કમાણી, શાહરુખ અને સલમાનની ફિલ્મોને પણ છોડી પાછળ
'સ્ત્રી 2' સિનેમાઘરોમાં આવી ગઈ છે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને અપારશક્તિ ખુરાના સ્ટારર ફિલ્મ 'સ્ત્રી 2'ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ હોરર કોમેડી ફિલ્મે પહેલા જ દિવસે જોરદાર કમાણી કરી લીધી છે.
- Devankashi rana
- Updated on: Aug 16, 2024
- 10:07 am