દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ એ એક દિગ્ગજ ફિલ્મ એક્ટ્રેસમાંથી એક છે, જેની ઓળખાણ તેની પહેલી જ ફિલ્મ બની ગઈ હતી. દીપિકા પાદુકોણે વર્ષ 2006માં કન્નડ ફિલ્મ ઐશ્વર્યાથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેને ઓળખ હિન્દી ફિલ્મોએ અપાવી હતી. 2007માં શાહરૂખ ખાન સાથેની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં શાંતિનો રોલ કરીને દીપિકા પાદુકોણ ફેમસ થઈ હતી.
આ ફિલ્મ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને એક પછી એક મોટી હિટ ફિલ્મો આપતી રહી. શાહરૂખ ખાન સાથે પઠાણમાં જોવા મળેલી દીપિકાની પાસે હાલમાં ઘણી મોટા બજેટની ફિલ્મો છે.
દીપિકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે વર્ષ 2018માં એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો. હાલમાં દીપિકા અને રણવીર બંને પોતપોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સ પૂરા કરવામાં બિઝી છે.
દીપિકા પાદુકોણ સુપરસ્ટાર પ્રભાસ અને અમિતાભ બચ્ચન સાથે કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ એક મોટા બજેટની ફિલ્મ છે અને એવું માનવામાં આવે છે કે તે રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી શકે છે. આ સિવાય દીપિકા પાસે હાલમાં ફાઈટર ફિલ્મ છે, જેમાં તેની સાથે ઋતિક રોશન જોવા મળશે. આ સિવાય દીપિકા રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનમાં પણ જોવા મળશે.
Highest Paid Actresses : સૌથી વધુ કમાણી કરતી 8 અભિનેત્રીઓ, 4 ની ઉંમર તો 40 ને પાર, જુઓ Photos
આજના સમયમાં ભારતીય સિનેમામાં અભિનેત્રીઓ પણ અભિનેતાઓ જેટલી જ મોટી ફી લેતી થઈ ગઈ છે. બોલિવૂડ તેમજ દક્ષિણ ભારતીય સિનેમાની અનેક અભિનેત્રીઓ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. આજે અમે તમને ભારતની 8 સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમાંથી ચાર અભિનેત્રીઓ 40 વર્ષથી વધુ ઉંમરની છે.
- Sagar Solanki
- Updated on: Jan 9, 2026
- 1:37 pm
Year Ender 2025 : 2025ના આ 5 સૌથી મોટા વિવાદોએ બોલિવૂડને હચમચાવી નાખ્યું, જાણો વિસ્તારથી
આ વર્ષ બોલીવુડ માટે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. આ વર્ષે ઘણા મોટા વિવાદો પણ જોવા મળ્યા, જેમાં સૈફ અલી ખાન પર તેના જ ઘરમાં છરીથી હુમલો થવાથી લઈને દીપિકા પાદુકોણની 8 કલાકની શિફ્ટની માંગ પર થયેલા હોબાળાનો સમાવેશ થાય છે.
- Nirupa Duva
- Updated on: Dec 14, 2025
- 10:09 am
Weight Loss : જીમ કે ડાયટ વગર વજન કેવી રીતે ઘટાડવું, દીપિકા પાદુકોણના ટ્રેનરે શેર કરી સરળ ટિપ્સ, જુઓ Video
વજન ઘટાડવું એ એક પડકારથી ઓછું નથી. કેટલાક લોકો જીમમાં પરસેવો પાડે છે, જ્યારે કેટલાક પોતાના ખાવાનું નિયંત્રિત કરે છે. જોકે, સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલાએ પાંચ સરળ કસરતો સૂચવી છે જે તમે ઘરે સરળતાથી કરી શકો છો. ચાલો તેમના વિશે જાણીએ.
- Sagar Solanki
- Updated on: Nov 2, 2025
- 4:00 pm
Dua Padukone First Picture: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે દીકરીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા, લોકોએ કહ્યું- માતા પર ગઈ
દીપિકા પાદુકોણે આખરે તેની પુત્રીનો ફોટો રિવીલ કર્યો છે. તેની પુત્રી, દુઆ લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે. દીપિકા અને રણવીરે અગાઉ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નથી ઇચ્છતા કે તેમની દીકરી દુઆનું બાળપણ મીડિયા ગ્લેમર અને ખ્યાતિથી ભરેલું રહે.
- Nirupa Duva
- Updated on: Oct 22, 2025
- 9:39 am
Samudrik Shastra: ગાલ પરના ડિમ્પલ્સ ખોલશે તમારા જીવનના ઘણા રહસ્યો, તમે નહીં જાણતા હોવ આ વાત
સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, ગાલ પરના ડિમ્પલ્સ ભાગ્ય અને સુંદરતાના સૂચક છે. આ લોકો ભાગ્યશાળી, સરળ સ્વભાવના, કલાપ્રેમી અને બુદ્ધિશાળી હોય છે.
- Sagar Solanki
- Updated on: Jul 5, 2025
- 3:00 pm
AA22xA6 : અલ્લુ અર્જુનની ફિલ્મના VFX પર થાય છે કરોડોનો ખર્ચ, આટલા બજેટમાં બોલિવુડની 5 ફિલ્મો બની જાય
AA22xA6 : અલ્લુ અર્જુન હાલમાં ડાયરેક્ટર એટલી સાથે પોતાની અપકમિંગ ફિલ્મ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નામ હજુ સુધી ફાઈનલ થયું નથી પરંતુ આનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. હવે એટલીએ અલ્લુ અર્જૂનની આ ફિલ્મના VFX માટે કરોડો રુપિયાનું બજેટ સેટ કર્યું છે.
- Nirupa Duva
- Updated on: Jun 26, 2025
- 10:44 am
‘સ્પીરિટ’ છોડતા જ દીપિકા પાદુકોણના હાથ લાગી મોટી ફિલ્મ, અલ્લુ અર્જુન સાથે કરશે કામ, જુઓ-Video
દીપિકાએ સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ છોડી દેવાના અને કલ્કી 2898 AD ના ભાગ 2 માંથી દૂર કરવાના સમાચાર વચ્ચે, એટલી અને અલ્લુ અર્જુનની આગામી મેગ્નમ ઓપસ ફિલ્મ AA22 x A6 માં તેના જોડાવાની ચર્ચા થઈ હતી.
- Devankashi rana
- Updated on: Jun 7, 2025
- 4:29 pm
દીપિકા પાદુકોણના EX બોયફ્રેન્ડે કર્યો મોટો ખુલાસો, કહ્યું- 2 વર્ષ રિલેશનશીપમાં રહ્યા અને ડેટ પર રિક્ષામાં જતા
લગ્ન બાદ દીપિકા પાદુકોણની પ્રોફેશનલ લાઈફથી વધારે લવ લાઈફની ચર્ચા થઈ રહી છે. હાલમાં અભિનેત્રીના EX બોયફ્રેન્ડ મુઝમ્મિલ ઇબ્રાહિમે બંન્નેના સંબંધોને લઈ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, લગ્ન બાદ બંન્નેની વાતચીત થતી નથી.
- Nirupa Duva
- Updated on: Jun 6, 2025
- 11:38 am
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે છે, જાણો કેમ?
ઇલેક્ટ્રિક કેબ સ્ટાર્ટઅપ બ્લુસ્માર્ટ કંપની પર આર્થિક સંકટ સંડોવાયેલું છે. બ્લુસ્માર્ટ કંપનીના કો-ફાઉન્ડર પર નાણાંકીય ગરબડી કર્યા હોવાના સમાચાર બહાર આવ્યા છે. આ અંગે સેબી દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.
- Ravi Prajapati
- Updated on: Apr 20, 2025
- 1:38 pm
Celebrity Daughter-in-Law : બોલિવૂડની 7 શ્રેષ્ઠ સાસુ-વહુની જોડી, માતા-પુત્રી જેવા છે સંબંધ, જુઓ Photos
બોલીવુડની સામાન્ય ફિલ્મોમાં, ઘણીવાર એવું બતાવવામાં આવે છે કે સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ હંમેશા કાવતરાઓથી ભરેલો હોય છે અને તે બંને ક્યારેય યોગ્ય રીતે સાથે રહી શકતા નથી. પરંતુ મોટા પડદાની આ દુનિયામાં, કેમેરા પાછળ ઘણી બધી સાસુ-વહુની જોડી છે, જે આ જૂની વિભાવનાને અવગણી રહી છે અને મિત્રતા અને બંધનના નવા ધોરણો સ્થાપિત કરી રહી છે.
- Sagar Solanki
- Updated on: Apr 16, 2025
- 9:48 pm
આ છે બોલીવુડની સૌથી ઊંચી અભિનેત્રીઓ, જેની સાથે ફિલ્મમાં કામ કરવા અભિનેતાઓ હિલ્સવાળા પહેરે છે શૂઝ
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ બચ્ચન સૌથી મોટા સ્ટાર માનવામાં આવે છે, તેની આગળ અન્ય તમામ સ્ટાર ઊંચાઈમાં નાના છે પરંતુ શું તમે જાણો છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં કેટલીક એવી અભિનેત્રીઓ છે. જે ઉંચાઈ મામલે અમિતાબ બચ્ચને પણ ટકકર આપે છે. તો ચાલો જાણીએ બોલિવુડની સૌથી લાંબી અભિનેત્રી કોણ છે.
- Nirupa Duva
- Updated on: Feb 20, 2025
- 12:59 pm
દીકરીના જન્મ પછી પહેલી વાર દીપિકા પાદુકોણ રેમ્પ વોક કરતી જોવા મળી, જુઓ વીડિયો
દીપિકા પાદુકોણ માતા બન્યા બાદ સોશિયલ મીડિયા પર ખુબ ઓછી એક્ટિવ જોવા મળી રહી છે. તેમજ કેમેરાથી પણ દુર જોવા મળી રહી છે. પરંતુ દીકરી દુઆના જન્મ બાદ દીપિકા પહેલી વખત રેમ્પ વોક કરતી જોવા મળી હતી. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
- Nirupa Duva
- Updated on: Jan 26, 2025
- 12:45 pm