કેટરીના કૈફ

કેટરીના કૈફ

હિન્દી ફિલ્મ જગતમાં કેટરીના કૈફનુ નામ મોખરાની અભિનેત્રીમાં લેવાઈ રહ્યું છે. વર્ષ 2003માં ફિલ્મ બૂમથી ફિલ્મીક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરનાર કેટરીનાએ પછી પાછળ વળીને જોયું નથી. બૂમમાં નાનકડો રોલ કરીને કેટરીનાએ અનેકનું ધ્યાન તેના તરફ ખેંચ્યું હતું. કેટરીના કૈફે ગણતરીના વર્ષોમાં હિન્દી ફિલ્મ જગતમાં પોતાનુ સ્થાન મજબૂત કર્યું છે. 20 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં કેટરીના કૈફે અનેક હિટ અને બ્લોક બસ્ટર ફિલ્મો આપી છે.

40 વર્ષની આ અભિનેત્રી કેટરીના કૈફ, તેની આગામી ફિલ્મ ટાઈટર-3ના રિલીઝની રાહ જોઈ રહી છે. આ અગાઉની ટાઈગર ફિલ્મ સુપર હિટ સાબિત થઈ છે. ટાઈગર-3 ફિલ્મમાં પણ તે સલમાન ખાનની સાથે ચમકી રહી છે. અગાઉની ટાઈગર ફિલ્મમાં પણ હિરો તરીકે સલમાનખાન હતા.

ફિલ્મ જગતની 20 વર્ષની કારકિર્દીમાં કેટરીના કૈફનું જીવન બદલાઈ ગયું છે. બૂમ ફિલ્મમાં નાનકડો રોલ કરનાર કેટરીના કૈફે જાણીતા અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા છે. વિકી કૌશલ પણ તેના અનોખા દમદાર અભિનયને કારણે ફિલ્મ જગતમાં એક ચોક્કસ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કેટરીના કૈફની સુપરહિટ અને બ્લોક બસ્ટર ફિલ્મ અંગેની વાત કરીએ તો, કેટરીનાએ એક થા ટાઈગર, ટાઈગર ઝિંદા હૈ, ધૂમ 3, વેલકમ, સિંઘ ઈઝ કિંગ, ન્યૂયોર્ક, રાજનીતી, પાર્ટનર, જિંદગી ના મિલેગી દોબારા, અજબ પ્રેમ કી ગઝબ કહાની, સૂર્યવંશી અને બેંગ બેંગ સહીતની ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં કેટરીનાએ તેના અભિનય માટે તમામ ક્ષેત્રે પ્રશંસા મેળવી હતી.

Read More
Follow On:

બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે છે વિદેશી નાગરિકતા, જુઓ Photos

અહીં બોલિવૂડની કેટલીક ખ્યાતનામ અભિનેત્રીઓ વિશે જાણકારી આપવામાં આવી છે જે વિદેશી નાગરિકતા ધરાવે છે. આલિયા ભટ્ટ, કેટરિના કૈફ, નરગીસ ફખરી, સની લિયોન સહિતની અભિનેત્રીઓના નાગરિકતા સંબંધિત વિગતો અને તસવીરો અહીં આપવામાં આવી છે.

સમુદ્ર કિનારે ફરવા નિકળ્યા કેટરીના અને વિકી, અભિનેત્રીએ વેકેશનના સુંદર ફોટા કર્યા શેર

કેટરીના કૈફ આ દિવસોમાં રજાના મૂડમાં છે અને તેના પતિ વિકી કૌશલ સાથે દેશની બહાર છે. તેણે વિકી સાથેની સુંદર તસવીરો શેર કરી છે. વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન વર્ષ 2021માં થયા હતા. આ બંને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર કપલ્સ સાથે જોડાઈ ચૂક્યા છે અને ઘણીવાર એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે. આ દિવસોમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ વેકેશન માટે ભારતની બહાર ગયા છે અને ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પતિ વિકી કૌશલ અને કેટલાક અન્ય લોકો સાથે જોવા મળી રહી છે. આ કપલ એકબીજા સાથે કમ્ફર્ટેબલ પણ જોવા મળ્યું હતું.

કેટરિના કૈફને ડાયાબિટીસ ! હાથ પર બ્લેક પેચ જોઈને ચાહકોની વધી ચિંતા, જુઓ Video

કેટરીના કૈફ હાલમાં જ એક નવરાત્રિ ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં તે બ્લેક પેચ સાથે જોવા મળી હતી, જેને જોઈને ફેન્સ તેના સ્વાસ્થ્યની ચિંતા કરવા લાગ્યા હતા. આ બ્લેક પેચ જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તેને ડાયાબિટીસ છે કે કેમ.

Katrina Kaif Birthday : બૉલીવુડ સ્ટાર કેટરિના કૈફ પતિ વિક્કી કૌશલથી વધુ પૈસાદાર છે, જાણો કેટલી છે નેટવર્થ

કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ થયો હતો. આજે અભિનેત્રી પોતાનો 41મો જન્મદિવસ મનાવી રહી છે,કેટરીનાના પિતા મોહમ્મદ કૈફ કશ્મીરી મૂળના બ્રિટિશ ઉદ્યોગપતિ છે. તેની માતા સુજૈન વકીલ અને ચેરિટી વર્કર છે.

શું કેટરિના કૈફ માતા બનવા જઈ રહી છે ? વિકી કૌશલે પ્રેગ્નેન્સી અંગે કર્યો ખુલાસો

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની પ્રેગ્નન્સીની અફવાઓ ઘણા સમયથી ઉડી રહી છે. હવે તેના પતિ વિકી કૌશલે પ્રેગ્નન્સી વિશે ખુલાસો કર્યો છે. આ દિવસોમાં વિકી તેની આગામી ફિલ્મ 'બેડ ન્યૂઝ'ના કારણે ચર્ચામાં છે. આ તસવીરના પ્રમોશન દરમિયાન તેણે કેટરીનાની પ્રેગ્નન્સી વિશે પણ વાત કરી હતી.

શું Katrina પ્રેગ્નન્ટ છે? Anant Radhikaના લગ્નમાં અભિનેત્રીનો સાચે જ દેખાયો બેબી બમ્પ? જુઓ Video

Is Katrina kaif pregnant ? : કેટરિના તેના પતિ અને અભિનેતા વિકી કૌશલ સાથે લગ્નના ફંક્શનમાં આવી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ઉજવણી વચ્ચે બી ટાઉનની ચિકની ચમેલી એટલે કે કેટરિના કૈફ ચર્ચામાં આવી છે.

Holi Celebration Of Bollywood celebs : હોળીના રંગોમાં ડૂબ્યું બોલિવુડ, મસ્તીમાં ઝૂમીને મનાવી હોળી, શેર કર્યા છે રંગીન ફોટો

Bollywood Stars holi Celebration : બોલિવૂડની સુંદર અભિનેત્રીઓએ અને એક્ટરોએ સોમવારે ખૂબ જ ધામધૂમથી રંગોના તહેવાર હોળીની ઉજવણી કરી છે. તેણે સોશિયલ મીડિયા પર રંગોમાં રંગાયેલી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે, જેને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

વિકી કૌશલે ફેન્સને જણાવ્યો લગ્નની સાઈડ ઈફેક્ટથી બચવાનો ઉપાય

બોલિવુડ એક્ટર વિકી કૌશલ અવારનવાર ફેન્સને લગ્ન સંબંધિત જાણકારી આપે છે. ગયા વખતે એક્ટરે કહ્યું હતું કે તે ખૂબ જ સારો લિસનર બની ગયો છે. આ વખતે તેને એક નવો ફોર્મ્યુલા સમજાવ્યો છે.

આમીર, રણબીર, કેટરીના અને આલિયા આ IPOમાં પૈસા લગાવી થયા માલામાલ, કરાવી મોટી કમાણી

બોલિવૂડ સ્ટાર્સ માત્ર ફિલ્મોથી જ નથી કમાતા, પરંતુ કંપનીઓ સાથેના સંયુક્ત સાહસો અથવા કંપનીઓના શેરમાં રોકાણ કરીને પણ ઘણી કમાણી કરે છે. બોલિવૂડના કેટલાક સ્ટાર્સે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કંપનીઓના IPOમાં નાણાંનું રોકાણ કરીને ઘણી કમાણી કરી છે. ચાલો તમને તે બોલીવુડ સ્ટાર્સ અને કંપનીઓ વિશે પણ જણાવીએ...

‘જવાન’ની લેડી સુપરસ્ટાર નયનતારાએ કેટરીના કૈફને કરી રિપ્લેસ !

સાઉથ એક્ટ્રેસ નયનતારા લોકોના દિલ પર રાજ કરે છે. તેને અત્યાર સુધી ઘણી ફિલ્મો કરી છે. આ સાથે, ગયા વર્ષે તેણે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'થી પણ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું, જે પછી તેને વધુ પસંદ કરવામાં આવી છે. હવે તેણે એક મોટી જાહેરાતમાં કેટરિના કૈફને રિપ્લેસ કરી દીધી છે.

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઈવેન્ટની 5 તસવીરો, જેમાં છે આખી ઇવેંટની ખાસ ઝલક

અનત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ ચાલી રહી છે. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. જ્યાંથી કેટલીક ખૂબ જ ખાસ તસવીરો પણ સામે આવી છે. આ તસવીરોમાં ઘણી ખાસ ક્ષણો કેદ કરવામાં આવી છે.

દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર સુધી, 2024માં આ 5 એક્ટ્રેસ પર મેકર્સે લગાવ્યો કરોડોનો દાવ

ગત વર્ષ હિન્દી સિનેમા માટે ખૂબ જ શાનદાર રહ્યું. પઠાણ, ગદર 2, જવાન, એનિમલ જેવી ફિલ્મો દ્વારા બોક્સ ઓફિસનો બિઝનેસ આખા વર્ષમાં ચાલુ રહ્યો. હવે નવા વર્ષમાં બોલિવુડના મેકર્સે ખૂબ મહેનત કરી છે. મેકર્સે 2024માં બોલિવુડ એક્ટ્રેસ પર કરોડો રૂપિયાની શરત લગાવી છે. આ લિસ્ટમાં દીપિકા પાદુકોણથી લઈને કરીના કપૂર સુધીના નામ સામેલ છે. બોલિવુડ એક્ટ્રેસ આ વર્ષે થિયેટરોમાં પોતાની તાકાત બતાવતી જોવા મળશે.

g clip-path="url(#clip0_868_265)">