Christmas 2022: આલિયા ભટ્ટે સાસરીમાં ક્રિસમસના તહેવારની કરી ઉજવણી, Photos કર્યા શેયર
Christmas 2022 Photos: બોલિવુડ સ્ટાર્સ તમામ તહેવારોની ઉજવણી એક અલગ જ રીતે કરે છે. ત્યારે આ વર્ષે અભિનેત્રી આલિયા ભટ્ટે પણ કપૂર પરિવાર સાથે પોતાની પ્રથમ ક્રિસમસની ઉજવણી કરી છે, જેના ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કર્યા છે.


આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. લગ્નના થોડા સમય બાદ જ આ જોડીએ એક દીકરીને જન્મ આપ્યો છે. જેનું નામ 'Raha' રાખ્યું છે. લગ્ન બાદ આલિયા ભટ્ટે પોતાની સાસરીમાં ક્રિસમસનો તહેવાર ઉજવ્યો છે. (File Image)

કપૂર પરિવારની ક્રિસમસની ઉજવણી સમગ્ર બોલિવુડમાં જાણીતી છે, કપૂર ખાનદાનનું દરેક સભ્ય આ ઉજવણીમાં સામેલ થાય છે. ત્યારે આલિયા ભટ્ટ માટે આ ક્રિસમસ ખુબ જ ખાસ રહી. (PC- Alia Bhatt Instagram)

આલિયાએ ક્રિસમસની ઉજવણીને કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે. જેમાં અભિનેત્રી કપૂર પરિવાર અને પતિ રણબીર કપૂરની સાથે જોવા મળી રહી છે. (File Image)

તસ્વીરમાં કરિશ્મા કપૂર અને કરીના કપૂર સહિત તેમના માતા-પિતા પણ નજર આવી રહ્યા છે. સાથે જ આલિયા ભટ્ટની સાસુ અને અભિનેત્રી નીતૂ કપૂર પણ બાળકોની સાથે નજર આવી રહી છે. (PC- Alia Bhatt Instagram)

તમને જણાવી દઈએ કે લગ્ન બાદ આલિયા ભટ્ટ અને તેમની પુત્રી રાહા માટે કપૂર પરિવારમાં આ પ્રથમ ક્રિસમસ છે. ત્યારે કપૂર પરિવારે તેની ખાસ રીતે ઉજવણી કરી. (PC- Alia Bhatt Instagram)

































































