Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા છતાં રોહિત શર્માને ICC શ્રેષ્ઠ ટીમમાં ન મળ્યું સ્થાન
રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. આ ટાઈટલ મેચમાં રોહિતે સૌથી વધુ 76 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો. છતાં ICCએ તેને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન જ ન આપ્યું.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતી છે. ફાઈનલમાં કેપ્ટન રોહિતે 76 રનની શાનદાર ઈનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો. જ્યારે આખો દેશ રોહિત અને ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન આપી રહ્યો છે, ત્યારે ICCએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સમાપ્ત થયાના એક દિવસ પછી ICCએ ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમ જાહેર કરી હતી, જેમાં ICCએ ચોંકાવનારો નિર્ણય લેતા રોહિત શર્માને ટીમનો કેપ્ટન ન બનાવ્યો. પરંતુ ચેમ્પિયન કેપ્ટન રોહિતને જ ટીમમાં સ્થાન મળ્યું નહીં. એટલું જ નહીં રોહિત શર્માને પ્લેઈંગ 11 માં પણ સ્થાન ન આપ્યું.

વાસ્તવમાં રોહિત શર્માને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન એટલા માટે ન મળ્યું, કારણ કે ફાઈનલ પહેલા આ ટુર્નામેન્ટમાં તેણે બેટથી વધુ રન બન્યા ન હતા. આખી ટુર્નામેન્ટમાં રોહિતે 5 ઈનિંગ્સમાં ફક્ત 180 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, ઓપનર તરીકે ટીમમાં તેનું સ્થાન મેળવવું મુશ્કેલ હતું. ટુર્નામેન્ટના સૌથી વધુ રન બનાવનાર ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર અને અફઘાનિસ્તાનના ઓપનર ઈબ્રાહિમ ઝદરાનને ઓપનર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ICCએ ન્યુઝીલેન્ડના મિશેલ સેન્ટનરને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટનો કેપ્ટન બનાવ્યો છે. સેન્ટનરે મજબૂત કપ્તાની કરી અને ન્યુઝીલેન્ડને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચાડ્યું હતું. આ સિવાય સેન્ટનરે ટુર્નામેન્ટમાં કુલ 9 વિકેટ લીધી હતી અને બેટથી પર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

બાકીના ખેલાડીઓની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓને ટુર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમમાં સ્થાન મળ્યું છે. ટોપ-મિડલ ઓર્ડરમાં ટીમ ઈન્ડિયાના વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે બોલિંગમાં સ્પિનર વરુણ ચક્રવર્તી અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન સ્થાન મળ્યું છે. જ્યારે અક્ષર પટેલની 12મા ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટુર્નામેન્ટ : મિશેલ સેન્ટનર (કેપ્ટન), રચિન રવિન્દ્ર, ઈબ્રાહિમ ઝદરન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, મેટ હેનરી, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ (12મો ખેલાડી). (All Photo Credit :PTI)
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવી ટીમ ઈન્ડિયા બની ચેમ્પિયન. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

































































