ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ ભર્યો હુંકાર, હવે નિશાના પર છે ધોનીનો મહાન રેકોર્ડ
ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ મોટી જાહેરાત કરી કહી દીધું કે તે રિટાયરમેન્ટ નથી લઈ રહ્યો. રોહિતે જે અંદાજમાં કોઈ સવાલ પૂછે તે પહેલા જ જવાબ આપ્યો તે જોઈ એ તો ચોક્કસથી કહી શકાય કે તે નજીકના ભવિષ્યમાં પણ રોહિત નિવૃત નથી થવાનો. એવામાં હવે રોહિતની નજર એમએસ ધોનીના મહાન રેકોર્ડ પર છે અમે કહી શકાય. ધોનીનો કયો રેકોર્ડ રોહિતના નિશાના પર છે? જાણો આ આર્ટીકલમાં.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારત ત્રીજી અને સૌથી વધુ વખત આ ટુર્નામેન્ટ જીતનાર ટીમ બની છે. આ સાથે જ કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાના શાનદાર કેપ્ટનશિપ કરિયરમાં વધુ એક ટ્રોફી ઉમેરી હતી.

રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર સૌરવ ગાંગુલી અને એમએસ ધોની બાદ ભારતનો ત્રીજો કેપ્ટન બન્યો છે.

કેપ્ટન તરીકે રોહિત શર્માની આ બીજી ICC ટ્રોફી છે. આ પહેલા 2024 T20 વર્લ્ડ કપમાં રોહિતની કપ્તાનીમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.

આ સાથે જ રોહિત શર્માએ આઠ મહિનાની અંદર બે ICC ટ્રોફી જીતી લીધી છે અને હવે તેની નજર ત્રીજી ICC ટ્રોફી અને મહાન કેપ્ટન એમએસ ધોનીના મોટા રેકોર્ડની બરાબરી કરવા પર છે.

એમએસ ધોનીની કપ્તાનીમાં ભારત ત્રણ ICC ટ્રોફી જીત્યું છે, જેમાં 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી સામેલ છે.

જ્યારે ભારત રોહિત શર્માની કપ્તાનીમાં 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું છે. સૌથી વધુ ICC ટ્રોફી જીતવા મામલે રોહિત હવે ધોનીથી માત્ર એક ટ્રોફી દૂર છે.

જો રોહિત શર્મા 2027માં યોજાનાર ODI વર્લ્ડ કપ સુધી વનડે ક્રિકેટમાં રમે છે અને કેપ્ટન બની રહે છે, તો તેની પાસે ધોનીના સૌથી વધુ ICC ટ્રોફી જીતવાના રેકોર્ડની બરાબરી કરવાની તક છે.

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિતે નિવૃત્તિ અંગે નિવેદન આપ્યા બાદ એવું કહી શકાય કે હવે રોહિતની નજર ત્રીજી ICC ટ્રોફી (2027 ODI વર્લ્ડ કપ) અને ધોનીના આ મહાન રેકોર્ડની બરાબરી કરવા પર છે. (All Photo Credit : PTI / X)
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને 2024 T20 વર્લ્ડ કપ-2025 ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા કેપ્ટન રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા કરો ક્લિક

































































