IND vs NZ Champions Trophy Final : જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સફેદ બ્લેઝર કેમ પહેર્યા ? જાણો કારણ
ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન ટ્રોફી જીતી છે. આ જીત બાદ આખી ટીમ ખાસ સફેદ બ્લેઝરમાં સજ્જ જોવા મળી હતી. ત્યારે એક ચર્ચા થઈ રહી છે કે, આખરે ટીમ સફેદ બ્લેઝરમાં કેમ જોવા મળી હતી. તો ચાલો જાણીએ

ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને હરાવી ત્રીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી ઈતિહાસ રચ્યો છે. આ શાનદાર જીત સાથે ભારતે 25 વર્ષ જૂની ફાઈનલમાં મળેલી હારનો બદલો લીધો છે. ત્યારે લોકો જાણવા માંગે છે કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફી જીત્યા બાદ સફેદ રંગનું બ્લેઝર કેમ પહેરે છે. તો ચાલો જાણીએ.

ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન ટ્રોફી જીતી ઈતિહાસ રચી દીધો છે. દુબઈમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવી ત્રીજી વખત આ ખિતાબ જીત્યો છે. જીત બાદ ટ્રોફી મળતા પહેલા ભારતીય ખેલાડીઓને મેડલ મળ્યા હતા. મેડલ સાથે તમામ ખેલાડીઓને સફેદ બ્લેઝર પણ આપવામાં આવ્યું હતુ.

આ જીત સાથે સૌથી વધુ ચર્ચામાં છે ટીમ ઈન્ડિયાનું સફેદ બ્લેઝર.આ બ્લેઝરમાં ટૂર્નામેન્ટનો લોગો પણ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન ટ્રોફી જીતનારી ટીમના ખેલાડીઓને આ બ્લેઝર મોમેન્ટોના રુપમાં આપવામાં આવે છે.

ICCએ આ બ્લેઝરને 'મહાનતા અને દ્રઢ સંકલ્પનું પ્રતીક' ગણાવ્યું છે. ICCએ આ બ્લેઝર પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમના વીડિયો સાથે લોન્ચ કર્યું હતું. બ્લેઝર બનાવવાની પ્રક્રિયા આ વીડિયોમાં બતાવવામાં આવી હતી.

ચેમ્પિયન ટ્રોફીની શરુઆત 1998માં થઈ હતી. ત્યારે વિજેતા ટીમ બ્લેઝર પહેરતી નહી. પરંતુ બ્લેઝર પહેરવાની શરુઆત 2009થી થઈ હતી.

આઈસીસી ફાઈનલ પહેલા બંન્ને ટીમના ખેલાડીઓના માપ લઈ બ્લેઝર તૈયાર કરવામાં આવે છે.

વિજેતા ટીમના દરેક સભ્યને સન્માનના ચિહ્ન તરીકે આ બ્લેઝર આપવામાં આવે છે.
ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે.ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































