ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો, અમદાવાદ-ગાંઘીનગરમાં સરખુ તાપમાન
હજુ તો ઉનાળાની ઋતુનો પ્રારંભ જ થયો છે ત્યાં, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધુ ગરમી નોંધાઈ છે. 10મી માર્ચને સોમવારના રોજ, ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે.
હજુ તો ઉનાળાની ઋતુનો પ્રારંભ જ થયો છે ત્યાં, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધુ ગરમી નોંધાઈ છે. 10મી માર્ચને સોમવારના રોજ, ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરતા, અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાત આગામી 3 દિવસ અગનભઠ્ઠીમાં શેકાશે. જો કે નવુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર પામતા, મહત્તમ તાપમાનનો પારો આંશિક ગગડશે. પરંતુ હાલમાં આગામી 2 દિવસ તો ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, સુરેન્દ્રનગર. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ જિલ્લાને ગરમીમાંથી રાહત મળતાની કોઈ સંભાવના નથી.
આજે 10મી માર્ચને સોમવારના રોજ, ગુજરાતમાં સૌથી વધુ ગરમીનું પ્રમાણ દાહોદ જિલ્લામાં નોંધાયું હતું. દાહોદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનુ પ્રમાણ 40 ડિગ્રીને પાર થયું છે. સૌથી આશ્ચર્યની વાત એ કહી શકાય કે, દરિયાકાંઠો ધરાવતા સુરતમાં તાપમાનનો પારો 41.8 ડિગ્રીએ અટક્યો છે. સુરતમાં એકાએક ગરમી વધવાનું કારણ, દરિયા પરથી ફુંકાઈ રહેલ ગરમ અને ભેજયુક્ત હવાને જવાબદાર ગણવામાં આવી રહી છે.
હવમાન વિભાગે, આગામી 3 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી નોંધાવવાની આગાહી કરી છે. આજે ગુજરાતના વિવિધ શહેરોમાં આ મુજબ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ( તાપમાન- ડિગ્રીમાં)
- દાહોદ 43.2
- અમદાવાદ 40.4
- અમરેલી 40
- વડોદરા 39.8
- ભાવનગર 39.2
- ભૂજ 42
- ડીસા 39.1
- ગાંધીનગર 40.4
- જામનગર 36.9
- નલિયા 40.2
- પોરબંદર 39.2
- રાજકોટ 41.7
- સુરત 41.8
- વલસાડ 39.1
- વેરાવળ 36.9

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
