મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમના 27 ગેટ દરવાજા બદલવામાં આવશે- Video
મહિસાગર જિલ્લાના સૌથી મોટા એવ કડાણા ડેમના 27 દરવાજા બદલવાની કામગીરી શરૂ થઈ છે, જેમાં 18 કરોડથી વધુનો ખર્ચ થશે. આ ઉપરાંત, મહીસાગરમાં એક ST બસ ચાલકનો ચાલુ બસે મોબાઈલ વાપરીને બેફામ ગાડી ચલાવતો વીડિયો વાયરલ થયો છે, જેમાં 45 મુસાફરો હતા.
રાજ્યનાં ત્રીજા સૌથી મહત્વના કડાણા ડેમ બન્યા બાદ પ્રથમ વખત તેના તમામ દરવાજા બદલવાની કામગીરી કરવામાં આવશે. સિંચાઈ વિભાગ દ્વારા રાજ્યના તમામ ડેમની સમિક્ષા કરવામાં આવી હતી. જેમાં કડાણા ડેમના દરવાજા બદલવાની ભલામણ કરાઈ હતી. ત્યારે આ ભલામણ આધારે કુલ 27 દરવાજા ધરાવતા આ ડેમના હાલ 9 ગેટ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ 9 ગેટ બદલવા માટે 18 કરોડ કરતા પણ વધુનો ખર્ચ કરવાં આવશે. 51 ફુટ લાંબા અને 48 ફુટ પહોળા આ દરવાજાનું વજન 120 મેટ્રિર ટન છે. ત્યારે ક્રેનની મદદથી દરવાજા બેસાડવાની કામગીરી પૂર જોશમાં શરૂ કરવામાં આવી છે.
ચાલુ બસે મોબાઈલ મચડતો વીડિયો વાયરલ
અન્ય એક મહત્વના સમાચાર મહિસાગરથી જ સામે આવ્યા છે. આપણે ત્યા સલામત સવારી એસટી હમારીના દાવા તો બહુ થાય છે પરંતુ મહિસાગરથી જે દૃશ્યો સામે આવ્યા છે તે સલામત નહીં પરંતુ અસલામત સવારીના છે. ST બસના ચાલકની બેદરકારીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વડોદરાથી લુણાવડા તરફ જતી ST બસનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, બસનો ચાલક હાઈવે પર પૂરપાટ ઝડપે બસ ચલાવી રહયો છે અને સાથે સાથે મોબાઈલ પણ મચેડી રહ્યો છે. બસ ચાલકની આ હરકતને જાગૃત મુસાફર દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી અને ત્યારબાદ વાયરલ કરાઈ હતી. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ બસમાં 45 જેટલા મુસાફરો સવાર હતા અને બીજી તરફ ચાલકને જાણે પોતાની તથા અન્ય મુસાફરોની કોઈ જ પરવાહ ન હોય તેમ તે મોબાઈલ મચેડતા મચેડતા હંકારી રહ્યો હતો. સમગ્ર મામલે એસ ટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી લોક માગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છએ કે થાડા દિવસ અગાઉ પણ એક બસન ચાલકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં ચાલક ચાલુ બસે માવો ઘસતો જોવા મળ્યો હતો.