Travel tips : હોળી બાદ આ સ્થળે ભરાય છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો, ફરવા જવાનો બનાવી લો પ્લાન
છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામમાં ગેરનો મેળો ભરાય છે, જે ભીલ જાતિઓનું વતન છે, જે વડોદરાથી લગભગ 114 કિમી દૂર છે. 16 માર્ચના રોજ ક્વાંટમાં ગેરનો મેળો ભરાશે. તમે પણ હોળી પછી આ મેળામાં જવાનો પ્લાન બનાવી શકો છો.

કવાંટનો ગેરનો મેળો એ છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓનો મેળો છે. જે હોળીના તહેવાર પછી કવાંટ ગામમાં યોજાય છે. આ મેળામાં ખુબ જ ભીડ પણ જોવા મળે છે. તો ચાલો જાણીએ કેવી રીતે તમે પણ ક્વાંટના ગેરના મેળામાં પહોંચી શકો છો.

ટુંકમાં જો આપણે કહીએ તો ગેરનો મેળો છે આદીવાસી સંસ્કૃતિની ઓળખ અને એમની સંસ્કૃતિને વેશભૂષા ને ઉજાગર કરતો મેળો છે. તો તમે પણ હોળી બાદ પરિવાર સાથે ગેરના મેળામાં જવાનો પ્લાન બનાવી લો.

અસંખ્ય આદિવાસી લોકો રંગબેરંગી પોષાક પહેરી આ મેળામાં આવે છે. કવાંટના મેળામાં અન્ય રાજ્યમાંથી પણ ઘણા લોકો આદિવાસી સંસ્કૃતિને માણવા માટે આ મેળામાં આવે છે.

મેળામાં યુવાનો પોતાના આખા શરીર પર સફેદ ટપકાં કરે છે, તથા મોરના પીંછાઓ, વાંસની રંગીન ટોપીઓ અને બળદના ગળે બાંધવામાં આવે તેવા ઘૂઘરાઓનો કંદોરો બનાવી પોતાની કેડ ઉપર બાંધે છે. ત્યાર પછી ઢોલ વગાડવામાં આવે છે અને યુવાનો તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે.

આદિવાસીઓના કવાંટના મેળામાં સંગીત-નૃત્યનું ખાસ મહત્વ છે. જોડિયા પાવા, ઢોલ અને પીહો જેવા વિવિધ સંગીતના સાધનોથી મેળાનું દ્રશ્ય અનેરું બને છે. મેળામાં આવેલ આદિવાસીઓનું રંગબેરંગી કપડાં અને ઘરેણાંઓથી તેઓ અલગ જ દેખાય છે. કવાંટનો મેળો આદિવાસી સંસ્કૃતિનું જતન કરનારો મેળો છે.

વડોદરાથી આશરે 114 કિલોમીટરના દુર આવેલા ભીલ, રાઠવા, નાયકા અને ધાનુક આદિવાસીઓનું વતન છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ ગામમાં હોળી પછીના ત્રીજા દિવસે કવાંટમાં ગેરનો મેળો યોજાય છે. ( All photo : gujarattourism)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































