આજનું હવામાન : ગરમીથી શેકાવા રહેજો તૈયાર ! ગુજરાતના 9 જિલ્લામાં હીટવેવની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં આજે અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં આજે અંગ દઝાડતી ગરમીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 9 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ કાળઝાળ ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.
જાણો રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, અરવલ્લી, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, મહીસાગર,મોરબી, મહેસાણા,સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ જુનાગઢમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

સાપુતારા હિલ સ્ટેશનમાં 90 વર્ષીય દાદીનો Segway રાઈડનો Video

7 વર્ષની બાળકીએ જીતી લીધુ ગૃહમંત્રી અમિત શાહનું દિલ, થયા પ્રભાવિત

ઉંટવડમાં કોપર વાયરની ચોરી, 3 તસ્કરો CCTVમાં કેદ

ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ BAPS સંસ્થાના કાર્યક્રમમાં હાજર રહ્યાં
