હર્ષ સંઘવી સહિત રાજ્ય કક્ષાના કયા મંત્રીઓને ક્યા મંત્રાલયની જવાબદારી મળી ? જાણો આ અહેવાલમાં
ગુજરાતમાં આજે નવી સરકારના મુખ્યમંત્રી અને 16 પ્રધાનો એ શપથ લીધા હતા. શપથવિધિ બાદ મળેલી નવી ગુજરાત સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે. ચાલો જાણી એ કયા રાજ્ય કક્ષાના પ્રધાનને કયા મંત્રાલયની જવાબદારી મળી છે.


સુરતના હર્ષ સંઘવીને રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)ના મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

નિકોલ અમદાવાદના જગદીશભાઈ વિશ્વકર્માને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)ના મંત્રાલય આપવામાં આવ્યા છે.

ઓલપાડ સુરતના મુકેશભાઇ જે. પટેલને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રાલયની જવાબદારી મળી છે.

દેવગઢ બારિયાના બચુભાઇ ખાબડને પંચાયત, કૃષિ મંત્રાયલની ફાળવણી થઈ છે.

ભાવનગર ગ્રામ્યના પરષોત્તમ સોલંકીને મત્સ્યોદ્યોગ અને પશુપાલનની જવાબદારી મળી.

કામરેજ સુરતના પ્રફુલભાઈ પાનશેરિયાને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.

મોડાસા અરવલ્લીના ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની જવાબદારી મળી.

માંડવી સુરતના કુંવરજી હળપતિને આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રાલયની જવાબદારી મળી છે.

































































