અશાંત મણિપુર સૈન્યના હવાલે જેવી સ્થિતિ, ઠેર ઠેર સૈન્ય જવાનોએ યોજી ફ્લેગ માર્ચ, જુઓ ફોટા

મણિપુરમાં ફરીથી ભડકેલી હિંસા બાદ વાતાવરણ ખૂબ જ તંગ છે. ઉશ્કેરાયેલા લોકોએ ધારાસભ્યોને નિશાને લીધા છે. સરકારી વાહનોની પણ તોડફોડ કરી છે. મણિપુરની સ્થિતિ કાબૂ બહાર જતા, સરકારને ટેકો આપનાર નેશનલ પિપલ્સ પાર્ટીએ એન બિરેન સિંહની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. એનપીપીના આ પગલાને કારણે મણિપુરની વર્તમાન સરકાર લધુમતિમાં આવી ગઈ છે. ભાજપની સરકાર બચાવવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન દિલ્લીમાં સતત બેઠકોનો દૌર ચલાવી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2024 | 3:34 PM
ભારતીય સેનાના આસામ રાઈફલ્સ અને સ્પિયર કોર્પ્સના એકમોએ સુરક્ષા દળો સાથે ઈમ્ફાલના સંજેન્થોંગ, ખુરાઈ લામલોંગ બ્રિજ, થોંગજુ બ્રિજ, કોઈરેંગેઈ, કાંગલા વેસ્ટર્ન ગેટ, કેશમપત, ચુંગથમ, સલામ મયાઈ લીકાઈ, કોંથુજામ, મયંગ ઈમ્ફાલ, નાંગ્થમ, નાંગ્થમ, ને ઘેરો ઘાલ્યો હતો. મંત્રીપુખારી, બાબુપારા ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને થોબલ જિલ્લાના વાંગજિંગ, થૌબલ અને લિલોંગમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી છે.

1 / 5
ઈમ્ફાલમાં મહત્વના તમામ સ્થળોએ ભારતીય સૈન્યના જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. આ સાથે જ મણિપુરના મુખ્યમંત્રીના આવાસ અને રાજભવનની બહાર પણ સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે.

2 / 5
મણિપુરમાં વકરેલી હિંસા બાદ, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પશ્ચિમ ઇમ્ફાલ અને પૂર્વ ઇમ્ફાલમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. કર્ફ્યુ વિનાના રસ્તાઓ પર વાહનોની ઓછી અવરજવર જોવા મળી રહી છે.

3 / 5
મણિપુરમાં નવેસરથી ભડકેલી હિંસા બાદ, સ્થિતિને થાળે પાડવા માટે ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોએ ઈમ્ફાલમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. ફ્લેગમાર્ચ થકી સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરાયો હતો.

4 / 5
મણિપુરમાં રોષે ભરાયેલા ટોળાએ ઇમ્ફાલમાં ભાજપના ધારાસભ્ય કોંગખામ રોબિન્દ્રોના પૈતૃક મકાનમાં તોડફોડ કરી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ હિંસાનો આશરો લીધો હતો અને અનેક ધારાસભ્યો અને મંત્રીઓના ઘરોમાં તોડફોડ કરી હતી. અનેક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. રાજ્યના 6 જિલ્લામાં પહેલાથી જ ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે. ( તસવીર સૌજન્ય-PTI )

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">