Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મણિપુર

મણિપુર

મણિપુર ઉત્તર પૂર્વમાં આવેલું એક રાજ્ય છે. મણિપુર રાજ્યનુ પાટનગર ઇમ્ફાલ છે. એલએ ગણેશન મણિપુરના રાજ્યપાલ છે. જ્યારે એન. બિરેન સિંહ મુખ્યમંત્રી છે.

રાજ્યમાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. રાજ્યસભા માટે કુલ 1 અને લોકસભા માટે 2 સાંસદ મણિપુરમાંથી ચૂંટાઈને સંસદમાં પહોંચે છે. મણિપુરની ભાષા મણિપુરી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ મણિપુર રાજ્યની વસ્તી આશરે 29 લાખ જેટલી છે.

Read More

કોંગ્રેસની સત્તા દરમિયાન આ રાજ્યોમા 88 વખત લગાવાયુ રાષ્ટ્રપતિ શાસન, એકલા ઈન્દિરા ગાંધીના શાસનમાં 51 વખત લાગુ કરાઈ આર્ટિકલ 356

મણિપુરમાં અત્યાર સુધીમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચુક્યુ છે. અત્યાર સુધીમાં દેશના 29 રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન સૌથી વધુ વખત લગાવવાનો રેકોર્ડ કોંગ્રેસના ફાળે જાય છે. કોંગ્રેસના શાસનકાળમાં 88 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવાયુ, જેમા એકલા ઈન્દિરા ગાંધીએ જ અહીં 51 વાર આર્ટીકલ 356નો ઉપયોગ કર્યો છે.

ફૂટબોલ મેચ છે કે યુદ્ધનું મેદાન? ખેલાડીઓ હાથમાં AK-47 રાઈફલ લઈને મેદાનમાં ઉતર્યા, જુઓ વીડિયો

મણિપુરના કાંગપોક્પી જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક ખેલાડીઓ હાથમાં એસોલ્ટ રાઇફલ સાથે ફૂટબોલ રમતા જોવા મળે છે. આ ઘટનાએ જાતીય સંઘર્ષ વચ્ચે શસ્ત્રોની વધતી હાજરી અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

અશાંત મણિપુર સૈન્યના હવાલે જેવી સ્થિતિ, ઠેર ઠેર સૈન્ય જવાનોએ યોજી ફ્લેગ માર્ચ, જુઓ ફોટા

મણિપુરમાં ફરીથી ભડકેલી હિંસા બાદ વાતાવરણ ખૂબ જ તંગ છે. ઉશ્કેરાયેલા લોકોએ ધારાસભ્યોને નિશાને લીધા છે. સરકારી વાહનોની પણ તોડફોડ કરી છે. મણિપુરની સ્થિતિ કાબૂ બહાર જતા, સરકારને ટેકો આપનાર નેશનલ પિપલ્સ પાર્ટીએ એન બિરેન સિંહની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. એનપીપીના આ પગલાને કારણે મણિપુરની વર્તમાન સરકાર લધુમતિમાં આવી ગઈ છે. ભાજપની સરકાર બચાવવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન દિલ્લીમાં સતત બેઠકોનો દૌર ચલાવી રહ્યાં છે.

મણિપુરમાં ઉગ્ર થયા પ્રદર્શનકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર થયા હુમલા, ઇમ્ફાલમાં કર્ફ્યુ

મણિપુરમાં છ લોકોના અપહરણ અને ત્રણ લોકોની લાશ મળી આવ્યા બાદ સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ છે. એવું માનવામાં આવે છે કે જે ત્રણ મૃતદેહો મળી આવ્યા છે તે તે લોકોના છે જેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલું ટોળું શનિવારે મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરોમાં ઘૂસી ગયું હતું.

મણિપુરમાં પૂર્વ મુખ્યમંત્રીના ઘર પર રોકેટ હુમલો, 1નું મોત, 5 ઘાયલ, જુઓ Video

મણિપુરમાં થયેલા વિસ્ફોટમાં 13 વર્ષની બાળકી સહિત અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. રોકેટ INA હેડક્વાર્ટરથી લગભગ બે કિલોમીટર દૂર એક જગ્યાએ પડ્યું હતું.

મણિપુરમાં હિંસા યથાવત, એન્કાઉન્ટરમાં 4ના મોત, પૂર્વ ધારાસભ્યની પત્નીનું બ્લાસ્ટમાં મોત

ઈમ્ફાલ ખીણના મૈતેઈ સમુદાય અને પહાડી વિસ્તારના કુકી સમુદાય વચ્ચે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. મણિપુર હિંસામાં રવિવારે ફરીથી 4 લોકોએ જીવ ગુમાવ્યા. આ સાથે આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

Lok Sabha first phase Election 2024: 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન, 21 રાજ્યોની 102 લોકસભા બેઠકો પર કરવામાં આવશે મતદાન

ભારતીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. આ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે જ્યારે પરિણામ 4 જૂને એકસાથે જાહેર થશે. જ્યારે ઉમેદવારો 27મી માર્ચની સાંજ સુધી ઉમેદવારી નોંધાવી શકશે

g clip-path="url(#clip0_868_265)">