અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ જાહેર જીવનમાં 40 વર્ષથી સક્રીય છે. અમિત શાહે પોલીંગ બુથ એજન્ટથી લઈ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની જવાબદારી નિભાવી છે.
જુલાઈ 2014 માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી અમિત શાહને સોંપાઈ હતી. 2020 સુધી તેઓએ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતા. 1982માં એબીવીપી ગુજરાતના સહમંત્રી બન્યા હતા. 1984માં અમદાવાદના નારાણપુરામાં પોલીંગ બુથની જવાબદારી નિભાવવાથી રાજકારણમાં આગળ વધવાની શરુઆત કરી હતી.
1980માં તેઓ આરએસએસમાં જોડાયા હતા. વર્ષ 1997માં સરખેજ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002 થી 2010 સુધી ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન રહ્યા હતા. ગુજરાત ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ પદે પણ અમિત શાહ રહી ચુક્યા છે.