ભારતીય સેના
ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. કોલકત્તામાં ભારતીય સેનાની સ્થાપના વર્ષ 1776માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કરી હતી. દેશમાં આંતરિક કે બાહ્ય આક્રમણને પહોચી વળવા માટે સૈન્ય સક્ષમ છે.
દેશની અંદર જ્યારે પણ કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે ભારતીય સૈન્ય બચાવ અને રાહત કામગીરી હાથ ધરે છે. શાંતિના સમયે ભારતીય સૈન્યનો હાથ હંમેશા દેશવાસીઓની તરફ લંબાયેલો જોવા મળે છે.
યુદ્ધ ભૂમિમાં ભારતીય સૈન્ય દુશ્મનને મારી હટાવે છે. ભારતની અંદર વિવિધ પ્રાંત અને રાજ્યોમાં 53 કેન્ટોનમેન્ટ આવેલા છે. જે 9 સૈન્ય મથકોમાં વહેચાયેલા છે. ભારતીય સૈન્યને વિશ્વની સૌથી મોટી સેના તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતીય સૈન્ય તરફ દેશ અને દુનિયા આદરની દ્રષ્ટિએ જોવે છે.