45 વર્ષ બાદ તાજમહેલની દિવાલ સુધી પહોંચ્યું યમુનાનું પાણી, આગ્રામાં પૂરની સ્થિતિથી તંત્ર એલર્ટ, જુઓ Photos

દિલ્હીમાં તબાહી મચાવ્યા બાદ હવે આગ્રા મથુરામાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. આગ્રામાં યમુનાનું પાણી ખતરાના નિશાનથી અઢી ફૂટ ઉપર વહી રહ્યું છે. 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 2:29 PM
દિલ્હી આગ્રામાં પડી રહેલા વરસાદને કારણે આ દિવસોમાં યુપી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે અને તેની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. આગ્રામાં યમુનાનું જળસ્તર રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગયું હતું, જેના કારણે 45 વર્ષમાં પહેલીવાર યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું છે. (ફોટો ક્રેડિટ-ગુગલ)

1 / 5
યમુનાના જળસ્તરમાં વધારો થતા દિલ્હી સહિતના આસપાસના શહેરો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે પાણી આગ્રાના તાજમહેલ સુધી પહોચ્યાં છે. મળતી માહિતી મુજબ યમુનાના પાણી મુગલ ગાર્ડનમાં ભરાઈ ગયા છે. યમુના નદી એતમાદૌલા સ્મારક પાસેથી પસાર થઈ રહી છે. યમુનાના વધતા જળ સ્તરને લઈને વહીવટીતંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.  (ફોટો ક્રેડિટ-ગુગલ)

2 / 5
દિલ્હીમાં તબાહી મચાવ્યા બાદ હવે આગ્રા મથુરામાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી ગયું છે. આગ્રામાં યમુનાનું પાણી ખતરાના નિશાનથી અઢી ફૂટ ઉપર વહી રહ્યું છે. 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું છે.  (ફોટો ક્રેડિટ-ગુગલ)

3 / 5
આગ્રા તાજમહેલની આસપાસ બનેલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તાજગંજ સ્મશાન અને પોયાઘાટ બંને સંપૂર્ણપણે ડૂબી ગયા છે. બીજી તરફ, પ્રાચીન દશેરા ઘાટ, એતમાદૌલાનો મકબરો, રામ બાગ, મહેતાબ બાગ, જોહરા બાગ, કાલા ગુંબડ જેવા વિસ્તારોમાં પૂરનો ભય જોવા મળી રહ્યો છે. (ફોટો ક્રેડિટ-ગુગલ)

4 / 5
ASI ઓફિસર પ્રિન્સ વાજપેયીએ જણાવ્યું છે 1978માં ભારે પૂરની સ્થિતિના કારણે પાણી તાજમહેલની પાછળની દિવાલને સ્પર્શ્યુ હતુ જે બાદ હવે 45 વર્ષે ફરી તાજમહેલની દિવાલને પાણી સ્પર્શ્યા છે. આગ્રામાં પૂરની સ્થિતિને જોતા વહીવટીતંત્ર પણ ફુલ એલર્ટ મોડ પર આવી ગયું છે. વહીવટીતંત્ર દ્વારા ફ્લડ આઉટપોસ્ટ બનાવવામાં આવી છે અને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. (ફોટો ક્રેડિટ-ગુગલ)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">