Chardham Yatra 2025 : ચારધામ યાત્રાની શરુ કરી દો તૈયારી, ચાર ધામના કપાટ ખુલવાથી લઈ રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વિશે A થી Z માહિતી જાણો
ભારતીય શાસ્ત્રો અનુસાર યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ હિન્દુઓના સૌથી પવિત્ર સ્થાનો છે. જેને ચાર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ ચારે ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર થઈ ચૂકી છે. તો ચાલો જાણીએ ક્યારે આ ચારેય ધામના કપાટ ખુલશે.

જો તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો, તો જાણો કયા ધામના કપાટ ક્યારે ખુલશે અને તમે કેવી રીતે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. તો ચાલો જાણીએ ક્યા ધામના કપાટ ક્યારે ખુલશે,

કેદારનાથ ધામ મંદિરના કપાટ લગભગ છ મહિના સુધી બંધ રહ્યા બાદ ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે અને તેની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ચારે ધામના દર્શન કરતા હોય છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાર ધામના દર્શન કરવા આવશે.તમને જણાવી દઈએ કે, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 30 એપ્રિલના રોજ ખુલશે.

તેમજ કેદારનાથ મંદિરના કપાટ 2 મેના રોજ શ્રદ્ધાળુઓ માટે ખુલશે.દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે ઉત્તરાખંડ પહોંચે છે. કેદારનાથ ધામ એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે,

જ્યારે બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ભક્તો માટે ખલુશે.મુસાફરી દરમિયાન, તમારે આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત માન્ય ID પ્રૂફની જરૂર પડશે.ચાર ધામ યાત્રા રજીસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરીને મુસાફરી દરમિયાન સાથે લઈ જવાનું રહેશે.

જો તમે પણ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારી પાસે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પો છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2 માર્ચ, 2025થી શરૂ થશે.રજીસ્ટ્રેશન માટે તમે ઉત્તરાખંડની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































