IPL 2025 : પંજાબ કિંગ્સની મજાક ઉડાવવાની રિષભ પંતને મળી સજા, શ્રેયસ અય્યરની ચાલાકી સામે ખુદ બની ગયો મજાક
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે નિષ્ફળતાઓની હેટ્રિક હાંસલ કરી છે. IPL 2025માં આ ખેલાડી પંજાબ કિંગ્સ સામે ફક્ત 2 રન જ બનાવી શક્યો હતો. પંજાબ સામે ફ્લોપ રહ્યા બાદ પંતનો IPL ઓક્શન સમયનો એક વીડિયો વાયરલ થયો, જેમાં તે પંજાબની મજાક ઉડાવી રહ્યો છે. જો કે મેદાનમાં પંજાબ સામે તે ખુદ જ મજાક બની ગયો.

રિષભ પંતનું ખરાબ ફોર્મ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પંત IPL 2025માં તેની ત્રીજી મેચમાં પણ નિષ્ફળ ગયો અને નિષ્ફળતાઓની હેટ્રિક બનાવી. પંજાબ કિંગ્સ સામે રિષભ પંત માત્ર 5 બોલ સુધી ક્રીઝ પર રહી શક્યો. આ ડાબોડી બેટ્સમેન માત્ર 2 રન બનાવી શક્યો. પંજાબ કિંગ્સે પંતને ખૂબ જ સરળતાથી ફસાવી દીધો. પાવરપ્લેમાં તેની સામે ગ્લેન મેક્સવેલનો ઉપયોગ કર્યો અને આ ખેલાડીએ પંતની વિકેટ લીધી. રસપ્રદ વાત એ છે કે રિષભ પંતે IPL શરૂ થતા પહેલા પંજાબ કિંગ્સની મજાક ઉડાવી હતી અને હવે આ ટીમ સામે આવતાની સાથે જ તેનો પરાજય થયો છે.
અય્યરે આ રીતે પંતને ફસાવ્યો
લખનૌએ બે વિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંત ક્રીઝ પર આવ્યો. લખનૌને આશા હતી કે કેપ્ટન ટીમની ઈનિંગ સંભાળશે, પરંતુ એવું બન્યું નહીં. પંત ક્રીઝ પર આવતાની સાથે જ પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે એક અદ્ભુત ચાલ ચલાવી. તેણે પાવરપ્લેની પાંચમી ઓવરમાં પાર્ટ ટાઈમ ઓફ સ્પિનર ગ્લેન મેક્સવેલને બોલ આપ્યો. ગ્લેન મેક્સવેલે પંતને પરેશાન કરતો રહ્યો અને પછી પાંચમા બોલ પર પંતે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો અને શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા યુઝવેન્દ્ર ચહલે તેનો આસાન કેચ પકડી લીધો.
Saar saar Punjab Kings is not a IPL team, Lolsg is best IPL team in the world.
Rishabh Pant literally scored 2 runs in a pressure situation after taking 27 crores in the auction. Fact is he didn’t even crossed 27 runs in this IPL.#LSGvsPBKSpic.twitter.com/Fn2usM1pFG
— SOMAN18 (@Shreyasian96) April 1, 2025
પંતે પંજાબ પર કટાક્ષ કર્યો હતો
નવેમ્બરમાં યોજાયેલ IPL મેગા ઓક્શનમાં રિષભ પંતને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની જંગી બોલી લગાવી ખરીદ્યો હતો. આ રીતે, પંત IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો. જ્યારે પંતને લખનૌનો કેપ્ટન બનાવવામાં આવ્યો, ત્યારે તેણે પંજાબ કિંગ્સ પર કટાક્ષ કર્યો હતો. તેણે કહ્યું હતું કે હરાજીમાં પંજાબ પાસે સૌથી વધુ પૈસા હતા અને પંતે કહ્યું હતું કે તેને ચિંતા છે કે પંજાબ તેને ખરીદી શકે છે. મતલબ કે પંત પ્રાર્થના કરી રહ્યો હતો કે પંજાબ તેને ન ખરીદે. પરંતુ હવે પંજાબનો સામનો કરતાની સાથે જ પંતે શરણાગતિ સ્વીકારી લીધી. દેખીતી રીતે પંજાબના ચાહકોને હવે થોડી રાહત મળી હશે.
આ પણ વાંચો: IPL 2025 વચ્ચે આવ્યા મોટા સમાચાર, પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને BCCI આપશે આટલા કરોડ