Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 LSG vs PBKS : કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર સિક્સર ફટકારી પંજાબ કિંગ્સને અપાવી જીત, LSG ને 8 વિકેટથી હરાવ્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2025 | 11:01 PM

આજે 01 એપ્રિલને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

IPL 2025 LSG vs PBKS : કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર સિક્સર ફટકારી પંજાબ કિંગ્સને અપાવી જીત, LSG ને 8 વિકેટથી હરાવ્યું
IPL 2025 LSG vs PBKS

આજે 01 એપ્રિલને  મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Apr 2025 11:01 PM (IST)

    પંજાબે LSG ને 8 વિકેટથી હરાવ્યું

    કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર સિક્સર ફટકારી પંજાબ કિંગ્સને અપાવી જીત, LSG ને 8 વિકેટથી હરાવ્યું

  • 01 Apr 2025 10:11 PM (IST)

    પ્રભસિમરન 69 રન બનાવી આઉટ

    પંજાબ કિંગ્સને બીજો ઝટકો, પ્રભસિમરન સિંહ 69 રન બનાવી આઉટ

  • 01 Apr 2025 10:06 PM (IST)

    પંજાબનો સ્કોર 100 ને પાર

    પંજાબ કિંગ્સનો સ્કોર 100 ને પાર, શ્રેયસ અય્યર-પ્રભસિમરન સિંહની ફટકાબાજી

  • 01 Apr 2025 09:51 PM (IST)

    પાવરપ્લે બાદ પંજાબ 62-1

    પાવરપ્લે બાદ પંજાબ કિંગ્સનો સ્કોર 62-1, શ્રેયસ અય્યર-પ્રભસિમરન સિંહની મજબૂત બેટિંગ

  • 01 Apr 2025 09:36 PM (IST)

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો

    પંજાબ કિંગ્સને પહેલો ઝટકો, પ્રિયાંશ આર્ય માત્ર 8 રન બનાવી આઉટ, દિગ્વેશ સિંહ રાઠીએ લીધી વિકેટ

  • 01 Apr 2025 09:09 PM (IST)

    પંજાબને જીતવા 172 રનનો ટાર્ગેટ

    લખનૌ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને જીતવા 172 રનનો આપ્યો ટાર્ગેટ, અર્શદીપની ત્રણ વિકેટ, નિકોલસ પૂરનના 44 રન, 20 ઓવર બાદ LSG 171-7

  • 01 Apr 2025 09:05 PM (IST)

    અર્શદીપની ત્રીજી વિકેટ

    લખનૌ સુપર જાયન્ટ્સને સાતમો ઝટકો, અર્શદીપે અબ્દુલ સમદને કર્યો આઉટ

  • 01 Apr 2025 09:03 PM (IST)

    બદોની 41 રન બનાવી આઉટ

    લખનૌ સુપર જાયન્ટ્સને છઠ્ઠો ઝટકો, આયુષ બદોની 41 રન બનાવી આઉટ, અર્શદીપે લીધી વિકેટ

  • 01 Apr 2025 08:54 PM (IST)

    અર્શદીપની ઓવરમાં 20 રન

    લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 150 ને પાર, બદોની-સમદની ફટકાબાજી, બંનેએ અર્શદીપની ઓવરમાં 20 રન ફટકાર્યા, ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો

  • 01 Apr 2025 08:43 PM (IST)

    લખનૌની અડધી ટીમ પોવેલિયન ભેગી

    લખનૌ સુપર જાયન્ટ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, માર્કો જેન્સને ડેવિડ મિલરને કર્યો આઉટ

  • 01 Apr 2025 08:32 PM (IST)

    LSGનો સ્કોર 100 ને પાર

    લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 100 ને પાર, આયુષ બદોનીની દમદાર બેટિંગ, લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં ઓવરની અંતિમ બોલ પર જોરદાર સિક્સર ફટકારી ટીમનો સ્કોર 100 ને પાર પહોંચાડ્યો

  • 01 Apr 2025 08:24 PM (IST)

    પૂરન 44 રન બનાવી આઉટ

    લખનૌનો ચોથો ઝટકો, નિકોલસ પૂરન 44 રન બનાવી આઉટ, ચહલે લીધી વિકેટ

  • 01 Apr 2025 08:10 PM (IST)

    લખનૌ 50 ને પાર

    લખનૌનો સ્કોર 50 ને પાર, પૂરન-બદોનીએ સંભાળી બાજી

  • 01 Apr 2025 07:58 PM (IST)

    પંત માત્ર 2 રન બનાવી આઉટ

    મેક્સવેલે લખનૌને આપ્યો મોટો ઝટકો, કેપ્ટન રિષભ પંત માત્ર 2 રન બનાવી આઉટ

  • 01 Apr 2025 07:49 PM (IST)

    માર્કરામે બે સિક્સર ફટકારી થયો ક્લીન બોલ્ડ

    એઈડન માર્કરામે બે બોલમાં બે સિક્સર ફટકારી, બાદમાં લોકી ફર્ગ્યુસને તેને ક્લીન બોલ્ડ કર્યો

  • 01 Apr 2025 07:34 PM (IST)

    લખનૌને પહેલો ઝટકો

    અર્શદીપ સિંહે લખનૌ આપ્યો પહેલો ઝટકો, માર્શ ખાતું પણ ન ખોલાવી શક્યો

  • 01 Apr 2025 07:30 PM (IST)

    પંજાબ કિંગ્સ પ્લેઈંગ-11

    પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શ્રેયસ અય્યર, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો જેન્સેન, લોકી ફર્ગ્યુસન, યુઝવેન્દ્ર ચહલ અને અર્શદીપ સિંહ.

    ઈમ્પેક્ટ સબ્સ: પ્રવીણ દુબે, વિજયકુમાર વિશાક, નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર.

  • 01 Apr 2025 07:29 PM (IST)

    LSG પ્લેઈંગ-11

    મિશેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, દિગ્વેશ રાઠી.

    LSG ઈમ્પેક્ટ સબ: પ્રિન્સ યાદવ, મણિમરણ સિદ્ધાર્થ, શાહબાઝ અહેમદ, હિંમત સિંહ, આકાશ મહારાજ સિંહ.

  • 01 Apr 2025 07:28 PM (IST)

    પંજાબમાં એક ફેરફાર

    પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે આ મેચમાં એક ફેરફાર કર્યો છે અને લોકી ફર્ગ્યુસનને તક આપી છે.

  • 01 Apr 2025 07:06 PM (IST)

    પંજાબે જીત્યો ટોસ

    પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, લખનૌ પહેલા કરશે બેટિંગ

  • 01 Apr 2025 07:03 PM (IST)

    બનાસકાંઠા ડીસા ફટાકટા ગોડાઉનમાં આગની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની SIT ની રચના

    બનાસકાંઠા ડીસા ફટાકટા ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાની સંપૂર્ણ તપાસ માટે, સરકારે પાંચ સભ્યોની SIT ની રચના કરી છે. સમગ્ર ઘટનાની તપાસ માટે કરાઇ સીટની રચનામાં ડીવાયએસપી સી.એલ.સોલંકી તપાસ અધિકારી રહેશે. રેન્જ આઇજી ચિરાગ કોરડીયાએ સીટની રચના કરી છે.

  • 01 Apr 2025 07:01 PM (IST)

    પીએમ મોદી બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે જશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે છઠ્ઠા BIMSTEC સમિટમાં હાજરી આપવા માટે થાઇલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. તેઓ 3 અને 4 એપ્રિલના રોજ બેંગકોકની બે દિવસની મુલાકાત લેશે. આ પ્રધાનમંત્રીની થાઇલેન્ડની ત્રીજી મુલાકાત હશે.

  • 01 Apr 2025 05:53 PM (IST)

    વણાકબોરી ડેમમાં ખેડા જિલ્લાના મહુધાના 2 યુવાનો ડૂબ્યાં

    મહીસાગરના બાલાસિનોરના વણાકબોરી ડેમમાં 2 યુવાનો ડૂબ્યાં છે. યુવાનો ખેડા જિલ્લાના મહુધાના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. યુવાનો વણાકબોરી નદીમાં નાહવા માટે ગયા હતા. બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનોને શોધવાની કામગીરી હાથ ધરી છે. જોકે યુવાનોની કોઈ ભાળ ના મળતા એનડીઆરએફ ની ટીમને બોલવામાં આવી છે. હાલ ડૂબેલા યુવાનોની શોધખોળ ચાલુ છે. નાહવા પડેલા યુવાનો મોહમદ હસન ઉમર વર્ષ 27 અને સલમાન મિયાં મલેક મિયા ઉમર વર્ષ 35 હોવાનું સામે આવ્યું છે.

  • 01 Apr 2025 05:27 PM (IST)

    મોરબીનો મચ્છુ 2 ડેમ રિપેરીંગ માટે તબક્કાવાર ખાલી કરાશે, 29 ગામને એલર્ટ કરાયા

    મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રીપેરીંગકામ માટે ખાલી કરવામાં આવશે. આવતીકાલથી તબક્કાવાર ડેમ ખાલી કરવાની શરૂઆત કરાશે. આવતીકાલે બપોરે 4 વાગ્યે બે દરવાજા બે ફૂટ ખોલી 1300 ક્યુસેક પાણી છોડવામાં આવશે. બાદમાં તબકકાવાર વધારીને 3500 ક્યુસેક પ્રવાહ પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ અપાયું છે.

    મોરબી તાલુકાના, જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા,રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, સોખડા, અમરનગરનો સમાવેશ થાય છે. માળીયા તાલુકાના વીરપરડા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપુર, સોનગઢ, માળીયા (મી) ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ના કરવા સૂચના અપાઈ છે.

  • 01 Apr 2025 04:30 PM (IST)

    ડીસાની ઘટનાને લઈને શક્તિસિંહ ગોહિલનુ નિવેદનઃ તક્ષશિલા, TRP અગ્નિકાંડથી ગુજરાત સરકાર કાંઈ ના શીખી

    બનસકાંઠાના ડીસા GIDCમાં આગ-વિસ્ફોટના મામલે, રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકારને આડે હાથે લીધી છે. શક્તિસિંહે કહ્યું છે કે, માનવજીવથી વધુ કિંમતી કંઇ નથી. ગુજરાતમાં વારંવાર આગની ઘટના બને છે. તક્ષશિલા, TRP અગ્નિકાંડથી સરકાર કંઇ ના શીખી તેના કારણે વધુ એક ઘટના બની છે. રૂપિયા જીવની કિંમત ના ચૂકવી શકે તેમ પણ તેમણે જણાવ્યું છે.

  • 01 Apr 2025 04:20 PM (IST)

    ડીસા દુર્ઘટનામાં મૃત્યું પામેલાના પરિવારજનને 4 લાખની સહાયની CM એ કરી જાહેરાત

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગને કારણે મૃત્યુ પામેલા હતભાગીના પરિવારજનને રૂપિયા 4 લાખની સહાય કરવાની જાહેરાત કરી છે. જ્યારે આ કિસ્સામાં ઈજાગ્રસ્ત થયેલાઓને રૂપિયા 50,000 આપવાની પણ જાહેરાત કરી છે.

  • 01 Apr 2025 03:56 PM (IST)

    paytm ના અધિકારીઓ તરીકે ઓળખ આપીને દુકાનદારો સાથે છેતરપિંડી કરનારા 6 ઝડપાયા

    અમદાવાદ સાયબર ક્રાઈમે લોકો સાથે છેતરપિંડી કરતા 6 આરોપીઓની કરી ધરપકડ. સાયબર ફ્રોડ કરતી ગેંગના 6 લોકોની કરી ધરપકડ. આરોપીઓ પેટીએમના અધિકારી તરીકે આપતા હતા ઓળખ. શહેરના દુકાનદારો સાથે છેતરપિંડી કરતા હોવાનું આવ્યું સામે. સાયબર ક્રાઈમે અનેક ગુનાઓના ભેદ ઉકેલ્યા.

  • 01 Apr 2025 03:18 PM (IST)

    ડીસા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી ત્યારે 22-23 લોકો હોવાની વાત, લાયસન્સ નહોતું, 2ની ધરપકડઃ સરકારના પ્રવકત્તા પ્રધાન

    ગુજરાત સરકારના પ્રવકત્તા પ્રધાન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, ડીસા ખાતે ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગ અને જાનમાલના નુકસાન એ ગંભીર ઘટના છે. સેફ્ટીનો સંપૂર્ણ અભાવ હતો. ફટાકડા માટેનું લાયસન્સ આપવામાં આવ્યું નથી, લોભ અને લાલચને કારણે આ ઘટના બની છે જેમાં પરપ્રાતિય મજૂરોના મોત થયા છે. હાલ ઘટના સ્થળે 4 જેસીબી મશીન, જિલ્લા કલેકટર, પોલીસ ઉપસ્થિત છે અને બચાવ તેમજ રાહત કાર્ય હાથ ધર્યું છે. ઘટના બની ત્યારે 22 થી 23 લોકો ત્યાં હાજર હોવાની વાત છે. આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરી છે.

  • 01 Apr 2025 03:09 PM (IST)

    ડીસામાં ફટાકડાની ફેક્ટરીના સંચાલકે અગાઉ હિંમતનગરમાં ધંધો કરીને ઉઠામણું કર્યુ હતુ

    ડીસામાં ફટાકડાની જે ફેક્ટરી અને ગોડાઉનમાં આગ લાગી હતી તે સંચાલકે, હિંમતનગરમાં અગાઉ ધંધો કરીને ઉઠામણું કર્યું હતું. ફેક્ટરીના સંચાલક દિપક ટ્રેડર્સ પેઢીએ હિંમતનગરમાં ધંધો શરુ કર્યો હતો. હિંમતનગરમાં ફટાકડાનુ ગોડાઉન ખોલી ઉઠમણું કર્યું હતું. વેપારીઓને રાતા પાણીએ નવડાવી રાતોરાત દિપક ટ્રેડર્સના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ભિલોડાના વેપારી સાથે મળીને અરવલ્લી અને સાબરકાંઠામાં ફટાકડાનો વેપાર કર્યો હતો. બે વર્ષથી ફટાકડાના વેપારના શટર પાડી ફરાર થઈ ગયા હતા સંચાલક. સ્થાનિક પોલીસે દિપક ટ્રેડર્સને લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એસપી વિજય પટેલ દ્વારા એલસીબી, એસઓજી અને હિંમતનગર પોલીસને તપાસની સૂચના આપી છે. દિપક ટ્રેડર્સ અંગે વિગતો મેળવવા એસપીએ આદેશ આપ્યા છે. દિપક ટ્રેડર્સના ફટાકડાના ગોડાઉન કે અન્ય મિલકત અંગે પણ તપાસ શરુ કરાઈ છે.

  • 01 Apr 2025 01:38 PM (IST)

    રાજકોટઃ સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ

    રાજકોટઃ સાબુ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. નવા ગામમાં આવેલી જે. કે. કોટેજ કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી. આગને કારણે ફેક્ટરીમાં બ્લાસ્ટ થઈ રહ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. ફેક્ટરીમાં મોટાપાયે જ્વલનશીલ કેમિકલ હોવાની શંકા છે. જ્વલનશીલ કેમિકલનો જથ્થો રોડ સુધી ધસી આવ્યો હતો.

  • 01 Apr 2025 11:25 AM (IST)

    મધ્ય પ્રદેશ: 19 શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આજથી દારૂબંધી

    મધ્ય પ્રદેશ: 19 શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આજથી દારૂબંધી લાગુ કરવામાં આવી છે. મહાકાલની નગરી ઉજ્જૈનમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવાયો છે. ઓમકારેશ્વર, મહેશ્વર, મંડલેશ્વરમાં પણ દારૂબંધી લાગુ કરાઇ છે. ધાર્મિક સ્થાને દારૂબંધીના મધ્ય પ્રદેશ સરકારના નિર્ણયનો આજથી અમલ થશે. સ્થાનિકો અને શ્રદ્ધાળુઓએ સરકારના નિર્ણયને વધાવ્યો.

  • 01 Apr 2025 10:55 AM (IST)

    આજથી દેશભરમાં ટોલટેક્સમાં 5થી 15 ટકા સુધીનો વધારો લાગુ

    આજથી ગુજરાત સહિત દેશભરમાં ટોલટેક્સમાં 5થી 15 ટકાનો વધારો ઝીંકાયો છે. અગાઉના તોતિંગ ટોલ ટેક્સ ઘટ્યા તો નહીં પરંતુ નવા ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયા સુધીનો વધારા થયો છે. ગુજરાતમાં આજથી અમલી નવા ટોલ ટેક્સ પર નજર કરીએ તો  અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર પસાર થતા કારચાલકોએ હવે 135 રૂપિયાના બદલે 140 રૂપિયા ટોલટેક્સ ચુકવવો પડે છે. અમદાવાદ-બરોડા રિટર્નનો ટોલટેક્સ કારચાલ માટે 205ના બદલે 215 રૂપિયા થયો છે. પિકઅપ વાન માટે 220ના બદલે 230 રૂપિયા ટોલટેક્સ થયો છે. બસ અને ટ્રકના 465ના બદલે 480 રૂપિયા ટોલટેક્સ થયો છે.

  • 01 Apr 2025 09:10 AM (IST)

    ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા

    ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આજે અનેક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને માવઠું ધમરોળશે. સુરત, તાપી, નવસારી, ડાંગમાં માવઠાની શક્યતા છે. આગામી ચાર દિવસ સુધી છૂટાછવાયા વરસાદના એંધાણ છે. કેટલાંક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. 4 એપ્રિલે અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. માવઠાથી કેરીના પાકને મોટાપાયે નુકસાનની ભીતિ છે.

  • 01 Apr 2025 07:28 AM (IST)

    અમદાવાદ: ખુરશી અને દંડા વડે 2 જૂથ વચ્ચે મારામારી

    અમદાવાદ: શીલજની સોસાયટીમાં મારામારી થઇ છે. ખુરશી અને દંડા વડે 2 જૂથ વચ્ચે મારામારી થઇ છે. સોસાયટીની જનરલ મીટીંગ બાબતે બબાલ થઇ. માથાકૂટ ઉગ્ર બનતા 2 જૂથ વચ્ચે મારામારી થઇ. બંને જૂથ વચ્ચે અગાઉથી માથાકૂટ ચાલતી હતી. બબાલ બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું.

  • 01 Apr 2025 07:17 AM (IST)

    કોમર્શિયલ LPG સિલિન્ડર 41 રૂપિયા સસ્તો થયો

    ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો છે. આજથી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો છૂટક વેચાણ ભાવ 1762 રૂપિયા થઈ ગયો છે.

Published On - Apr 01,2025 7:16 AM

Follow Us:
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">