IPL 2025 : SRH પર લાગ્યો મોટો આરોપ, શું કરોડો-અબજો રૂપિયા કમાતી કાવ્યા મારન ખોટું બોલી રહી છે?
IPL 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ઠીકઠાક રહી છે. પહેલી મેચ જીત્યા બાદ આ ટીમ સતત બે મેચ હારી ગઈ છે. આ પછી, હવે આ ટીમ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ વિવાદ ટિકિટને લઈને છે, જે સનરાઈઝર્સ હૈદરાબાદ અને HCA વચ્ચે થયો છે.

એક તરફ, ચાહકો ઈન્ડિયન પ્રીમિયર લીગનો આનંદ માણી રહ્યા છે. બીજી તરફ, આ લીગના લોન્ચ સાથે એક મોટો વિવાદ પણ શરૂ થયો છે. આ વિવાદ સનરાઈઝર્સ હૈદરાબાદ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન વચ્ચેનો છે, જે BCCI સુધી પહોંચ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ટીમ મેનેજમેન્ટે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) ને એક ઈમેઈલ લખીને ધમકી આપી હતી કે તેઓ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મેચ નહીં રમે.
SRHએ લગાવ્યો હતો આરોપ
SRHએ આરોપ લગાવ્યો કે ક્રિકેટ બોર્ડના સભ્યોએ ગેરવર્તન કર્યું છે અને HCAના પ્રમુખ પણ તેમની પાસેથી સતત ટિકિટની માંગ કરી રહ્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદે આ અંગે BCCIને એક ઈમેઈલ પણ મોકલ્યો છે. હવે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને સનરાઈઝર્સ હૈદરાબાદને જૂઠું કહ્યું છે. તેમણે આ ટીમના દાવાઓને નકારી કાઢ્યા છે.
HCAએ SRHએ લગાવેલો આરોપ ખોટો ગણાવ્યો
HCAએ એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું કે સનરાઈઝર્સ હૈદરાબાદનો આરોપ ખોટો હતો. તેમણે લખ્યું, ‘એપેક્સ કાઉન્સિલ સ્પષ્ટતા કરે છે કે HCA પ્રમુખ એ. જગન મોહન રાવે મેચ માટે વ્યક્તિગત રીતે 3900 ટિકિટ ખરીદવાની કોઈ માંગ કરી ન હતી.’ 19 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાયેલી બેઠકમાં, અધ્યક્ષે ક્લબ સેક્રેટરીઓને ટિકિટ ઉપલબ્ધ કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે વધુમાં કહ્યું, ‘SRH અધિકારીઓ તરફથી HCA પ્રમુખ સામે ખોટા આરોપો લગાવવા અયોગ્ય છે. અમે બધા SRH અધિકારીઓને વિનંતી કરીએ છીએ કે તેઓ તમામ મુદ્દાઓના ઉકેલ માટે ખુલ્લા મનથી આગળ આવે.’
કાવ્યા મારન ખોટું બોલી રહી છે?
તમને જણાવી દઈએ કે સનરાઈઝર્સ હૈદરાબાદ કાવ્યા મારનની ટીમ છે, જે મારન પરિવારની પુત્રી હોવા ઉપરાંત એક મોટી ઉદ્યોગપતિ પણ છે. પ્રશ્ન એ છે કે શું તે ટિકિટો વિશે ખોટું બોલી રહી છે?
HCA પર “બ્લેકમેઈલિંગ” કરવાનો આરોપ લગાવ્યો
રવિવાર, 30 માર્ચે, SRH એ BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ પાસેથી હસ્તક્ષેપની માંગ કરી હતી અને HCA પર “બ્લેકમેઈલિંગ” કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ક્રિકેટ બોર્ડે SRH દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. HCA સભ્યોએ SRHને ધમકી આપી અને IPL મેચો માટે વધુ કોમ્પ્લિમેન્ટરી પાસની માંગણી કર્યા પછી વિવાદ શરૂ થયો.
વિવાદ જલ્દી ઉકેલાશે?
વધુમાં, એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે SRH vs LSG મેચના દિવસે, HCA અધિકારીઓએ સ્ટેડિયમમાં એક બોક્સને તાળું મારી દીધું હતું, જેનાથી SRHનો ગુસ્સો વધ્યો હતો. હવે SRHનો આગામી ઘરઆંગણેનો મુકાબલો 6 એપ્રિલ (રવિવાર) ના રોજ ગુજરાત ટાઈટન્સ (GT) સામે રમાશે. આ વિવાદ મેચ પહેલા ઉકેલાય છે કે વધુ વકરે છે તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: IPL 2025 : પંજાબ કિંગ્સની મજાક ઉડાવવાની રિષભ પંતને મળી સજા, શ્રેયસ અય્યરની ચાલાકી સામે ખુદ બની ગયો મજાક