Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jatayu Nature Park: રાવણે જ્યાં કાપી હતી જટાયુની પાંખો, ત્યાં બન્યો છે વિશ્વનો સૌથી મોટો પક્ષીની પ્રતિમાનો પાર્ક

કેરળના કોલ્લમમાં આવેલું જટાયુ પાર્ક સુંદર ખીણોમાં આવેલું છે. જો તમે પણ કોલ્લમની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો આવો અમે તમને આ પાર્ક સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જણાવીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 8:43 AM
આપણા દેશમાં એવી ઘણી જગ્યાઓ છે. જ્યાં ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિ જોઈને દરેક વ્યક્તિ ગર્વ અનુભવે છે. તેમાંથી એક કેરળના કોલ્લમમાં આવેલ જટાયુ પાર્ક છે, જે સુંદર ખીણોમાં આવેલું છે. જો તમે પણ કોલ્લમની મુલાકાત લેવા જઈ રહ્યા છો, તો આવો અમે તમને આ પાર્ક સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જણાવીએ.

1 / 7
જટાયુ નેચર પાર્ક કેરળના કોલ્લમ જિલ્લાના ચદયામંગલમ ગામમાં આવેલું છે. જે 65 એકરમાં ફેલાયેલું છે. જ્યાંથી તમે ખરબચડા પહાડોના મનોહર દૃશ્યોનો આનંદ માણી શકો છો. પૌરાણિક પક્ષીની મૂર્તિ 200 ફૂટ લાંબી, 150 ફૂટ પહોળી, 70 ફૂટ ઊંચી છે. તે ભારતની સૌથી મોટી પ્રતિમાઓમાંની એક છે તેમજ વિશ્વની સૌથી મોટી પક્ષીની પ્રતિમા છે.

2 / 7
સ્થાનિક લોકોનું માનવું છે કે, રાવણ દ્વારા માર્યા ગયા બાદ પૌરાણિક પક્ષી ચાદયમંગલમમાં પર્વતની ટોચ પર પડ્યું હતું. તેણે સીતાને બચાવવા રાવણ સાથે બહાદુરીપૂર્વક યુદ્ધ કર્યું, પરંતુ વૃદ્ધ હોવાને કારણે રાક્ષસ રાજા રાવણ દ્વારા તેનો પરાજય થયો અને તેની હત્યા થઈ. મૂર્તિ એક ટેકરીની ટોચ પર બિરાજમાન છે. જ્યાં તેણે ભગવાન રામને અપહરણ વિશે જાણ કર્યા પછી અંતિમ શ્વાસ લીધા હતા.

3 / 7
જટાયુ પક્ષીના શિલ્પમાં ઓડિયો-વિઝ્યુઅલ આધારિત ડિજિટલ મ્યુઝિયમ છે. જે રામાયણ વિશે જણાવે છે. પ્રવાસીઓ સમુદ્ર સપાટીથી 1,000 ફૂટની ઊંચાઈએ આવેલી પ્રતિમાની અંદરથી સુંદર નજારો પણ અનુભવી શકે છે.

4 / 7
જાણીતા ફિલ્મ નિર્માતા અને શિલ્પકાર, રાજીવ આંચલ ગુરુચંદ્રિકા બિલ્ડર્સ એન્ડ પ્રોપર્ટી પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ નેચર પાર્કનો ભવ્ય પ્રોજેક્ટ અને આકર્ષક પક્ષી શિલ્પ બનાવવાનું તેમનું વિઝન હતું. આ મૂર્તિને બનાવવામાં સાત વર્ષ લાગ્યા હતા. કોંક્રિટ સ્ટ્રક્ચરને સ્ટોન ફિનિશ આપવામાં આવી છે. બિલ્ડીંગ બનાવવામાં ઘણી મુશ્કેલી પડી હતી. કારણ કે તમામ સામગ્રીને ઉપર સુધી પહોંચાડવી અત્યંત મુશ્કેલ હતું.

5 / 7
જટાયુ નેચર પાર્કમાં એડવેન્ચર સેક્શન પણ છે. પેઇન્ટ બોલ, લેસર ટેગ, તીરંદાજી, રાઇફલ શૂટિંગ, રોક ક્લાઇમ્બિંગ, બોલ્ડરિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી પ્રવૃત્તિઓ માટે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે. આ પાર્કમાં આયુર્વેદિક ગુફા રિસોર્ટ પણ છે. અહીં તમને મનોરંજનથી લઈને સાહસ અને આરામ સુધીની દરેક વસ્તુ મળશે.

6 / 7
આ પાર્કમાં એર પેસેન્જર રોપ-વેની સુવિધા પણ છે. રોપ-વે પર 1000 ફીટનું ધીમે-ધીમે ચઢાણ એ એક અદભૂત અનુભવ છે. જ્યાંથી તમે મનમોહક નજારો જોઈ શકો છો. (Image-Kerala Tourism)

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">