Narmada: 21 જૂને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંજલિ યોગ કેન્દ્રના યોગ સાધકો કરશે યોગ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની રહેશે વિશેષ હાજરી

રાજપીપળાના પતંજલિ યોગ કેન્દ્રના સાધકો પણ 21 જૂને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની (Mansukhbhai Mandviya) ઉપસ્થિતિમાં યોગ દિવસની (Yoga day) ઉજવણી કરવા ઉત્સુક છે અને તે માટે દરરોજ કરાતા યોગની સાથેસાથે યોગ દિવસના શિડ્યુઅલ મુજબ યોગ કરી રહ્યા છે

Narmada: 21 જૂને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંજલિ યોગ કેન્દ્રના યોગ સાધકો કરશે યોગ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની રહેશે વિશેષ હાજરી
પતંજલિ યોગ કેન્દ્રના યોગ સાધકો કરી રહ્યા છે યોગની પ્રેક્ટિસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 12:30 PM

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) છે. ત્યારે નર્મદા (Narmada) જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની (Union Minister Mansukh Mandvia) હાજરીમાં 8મા વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. આ ઉજવણીમાં રાજપીપળામાં આવેલા શ્રીકૃષ્ણ મિરેકલ હવેલીમાં ચાલતા પતંજલિ યોગ કેન્દ્રના યોગ સાધકો યોગ કરશે. જેના માટે યોગ સાધકો પ્રેક્ટીસ કરી રહ્યા છે. યોગ કેન્દ્રના સંચાલક અને સાધકોએ કહ્યું કે, આમ તો તેઓ રોજ યોગ કરે છે પરંતુ યોગ દિવસની ઉજવણીને લઈ તેઓ ખુબ ઉત્સુક છે.

રાજપીપળામાં શ્રીકૃષ્ણ મિરેકલ હવેલી ખાતે ચાલતું યોગ કેન્દ્ર છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે અને દરરોજ સવારે અહીં રાજપીપળાના શહેરીજનો નિયમિત યોગ કરે છે. આ યોગ કેન્દ્રમાં આવતા યોગ સાધકો વડાપ્રધાનના સંદેશને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે આગામી 21 જૂને ગુજરાતના ચાર આઈકોનિક સ્થળ પૈકી નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરશે.

રાજપીપળાના પતંજલિ યોગ કેન્દ્રના સાધકો પણ 21 જૂને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવા ઉત્સુક છે અને તે માટે દરરોજ કરાતા યોગની સાથેસાથે યોગ દિવસના શિડ્યુઅલ મુજબ યોગ કરી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ તેઓ યોગ કરશે યોગ કેન્દ્ર સંચાલક ડો.ઉમાકાન્ત શેઠે જણાવ્યું હતું કે, અમે નિયમિત યોગ કરી તંદુરસ્ત રહીએ છે અને અન્ય લોકોને પણ પ્રેરણા આપીએ છે કે દરરોજ યોગ કરી તંદુસ્ત જીવન જીવવું જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

મહત્વનું છે કે યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” માનવતા માટે યોગ થીમ પર કરવામાં આવશે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">