પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ નિયામક બોર્ડે ગેસ વિતરણ માળખાને સરળ બનાવ્યું .ટેરિફને પહેલા અંતરના આધારે ત્રણ ઝોનમાં વિભાજિત કરવામાં આવતા હતા, પરંતુ હવે તે ઘટાડીને બે કરવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, "ઝોન 1" હવે દેશભરમાં CNG અને ઘરેલુ PNG ગ્રાહકોને લાગુ પડશે. ઝોન 1 માટેનો દર હવે ₹54 નક્કી કરવામાં આવ્યો છે, આ ફેરફારથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ 2થી 3 રૂપિયા ઘટશે.આ નવા માળખાથી ભારતની 40 શહેર ગેસ વિતરણ કંપનીઓ હેઠળના 312 વિસ્તારોને ફાયદો થશે.આ નિર્ણયથી CNG સંચાલિત કાર, ઓટો અને બસોના ખર્ચમાં ઘટાડો થશે.તથા ઘરોમાં વપરાતું PNG પણ સસ્તું થશે.