નિર્માણાધીન રાજકોટ - જેતપુર સિકસ લેન હાઈવે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે,આ વખતે કોઈ રાજકીય પક્ષે નહીં પરંતુ ખુદ તંત્રની ઢીલી અને બેદરકારીપૂર્વક થતી કામગીરી સામે સ્થાનિક લોકોએ જ બાંયો ચઢાવી છે,દ્રશ્યોમાં જોઈ શકો છો તેમ સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને NAHI અને સ્થાનિક તંત્ર વિરૂદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કરી રહ્યા છે. બેનરમાં તાનાશાહી નહી ચાલે તેવા નારા સાથે ઉગ્ર દેખાવો કરી રહ્યા છે.સાથે જ શાપર-વેરાવળના સ્થાનિકો ઢોલ, બેનરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ગ્રામજનોની વેરાવળ જંકશન પર ઓવરબ્રિજ રદ કરવાની માગ કરી. એટલુ જ નહીં આ સ્થાનિકોએ નેશનલ હાઇવે ઓથોરિટી સામે પણ આક્ષેપ કરતા કહ્યું કે NAHI મનમાની કરી રહ્યુ છે,ઓવરબ્રિજથી ટ્રાફિકની સમસ્યા વધવાનો પણ સ્થાનિકોનો દાવો છે,હવે જો આગામી 8 દિવસમાં ડિઝાઇનમાં ફેરબદલ કરવા નહીં આવે તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.