પોરબંદરમાં સતત ત્રીજા દિવસે હટાવાયા ગેરકાયદે દબાણો, લારી-ગલ્લા ધારકો પર કાર્યવાહી- Video
પોરબંદર મહાનગરપાલિકા અને પોલીસની ટીમે મળીને સંયુક્ત રીતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત મનપા દ્વારા ગેરકાયદે દબાણ કરાયેલી જગ્યાને ખુલ્લી કરાઈ રહી છે.
પોરબંદરમાં ગેરકાયદે કરાયેલા દબાણો પર હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સતત ત્રણ દિવસથી પોરબંદરમાં દબાણ કરાયેલી જગ્યાને ખુલ્લી કરવાની કામગીરી યથાવત્ છે. મનપા અને પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવામાં આવી રહ્યા છે. જેમા લારી ગલ્લા ધારકોઅને પાથરણાવાળા સામે તવાઈ બોલાવાઈ છે મનપાની ટીમે લારી-ગલ્લા અને પાથરણા કબજે કર્યા છે.
શહેરના કેદારેશ્વર રોડ, એમજી રોડ અને SVP રોડ પર તંત્ર દ્વારા તવાઈ બોલાવાઈ છે. રસ્તા ખુલ્લા કરવા માટે દબાણ હટાવાતા પાથરણાવાળાઓમાં ફફડાટ ફેલાયો છે. વેપારીઓએ શાંતિપૂર્વક કાર્યવાહી કરવા માગ કરી છે.
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને પગલે નાગરિકોએ દબાણ હટાવવા રજૂઆત કરી હતી. જો કે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ણણના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. સાથે જ કમિશનર દ્વારા પાથરણાવાળાઓ માટે ફળવાયેલી જગ્યા પર લારી-ગલ્લાનું કામ યથાવત રાખવાની અપીલ કરી.